સેલવાસની લાયન્સ ઇગ્લિશ સ્કૂલમાં છત્રપતિ શિવાજી જયંતિની ઉજવણી કરાઈ
(પ્રતિનિધિ)સેલવાસ, સેલવાસ માં લાયન્સ ઇંગ્લિશ સ્કૂલમાં છત્રપતિ શિવાજી જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે લાયન્સ ઇંગ્લીશ સ્કૂલના માનનીય અધ્યક્ષ ફતેહસિંહ ચૌહાણ, ઉપાધ્યક્ષ એ.ડી.નિકમ, સેક્રેટરી એ.નારાયણન, ખજાનચી વિશ્વેશ દવે, કારોબારી સમિતિના સભ્યો, શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ કોલેજના પ્રિન્સિપાલ, હવેલી ઈન્સ્ટિટ્યૂટ ઓફ લીગલ સ્ટડીઝ એન્ડ રિસર્ચના ઈન્ચાર્જ પ્રિન્સિપાલ અને લાયન્સ ઇંગ્લિશ સ્કૂલના પ્રિન્સિપાલ ડો. એ. ફ્રાન્સિસ અને વાઈસ પ્રિન્સિપાલ શ્રીમતી નિરાલી પરીખ, કોલેજના તમામ શિક્ષકો અને પ્રોફેસરો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન ફતેહસિંહ ચૌહાણ અને અતિથિ વિશેષ એ.ડી.નિકમે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી.
આ વિશેષ અવસરે છત્રપતિ શિવાજી મહારાજના શૌર્ય અને બહાદુ૨ીને વખાણવા માટે કવિતા પઠન અને અન્ય પ્રસ્તુતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ અતિથિ વિશેષે પોતાના પ્રેરણાત્મક શબ્દોથી સૌને માર્ગદર્શન આપ્યું હતું અને મુખ્ય અતિથિએ પોતાના વિચારોથી સૌને માહિતગાર કર્યા હતા અને શિવાજીના પગલે ચાલીને તેમના આદર્શો પર ચાલીને દેશ પ્રત્યેની આપણી ફરજાે નિભાવવી જાેઈએ તેવો સંદેશો આપ્યો હતો. છત્રપતિ શિવાજી મહારાજને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગીત સાથે થયું હતું.