Chhawla Gang Rape Case મામલે પુનર્વિચાર અરજી સુપીમ કોર્ટે ફગાવી
નવીદિલ્હી, દિલ્હીના છાવલા વિસ્તારમાં વર્ષ ૨૦૧૨ માં થયેલી એક સામૂહિક દુષ્કર્મ અને હત્યાના મામલે ત્રણ લોકોને છોડી મુકવામાં આવેલ અરજીની સમીક્ષાને રદ્દ કરવામાં આવ્યા બાદ સુપ્રિમ કોર્ટમાં પુનવ્રવિચાર અરજી પણ ફગાવી દેવામાં આવી છે.
કોર્ટે મામલામાં આરોપીઓને ગયા વર્ષે નવેમ્બરમાં છોડવામાં આવ્યા છે. આ મામલે પુનર્વિચાર અરજી પર સુનવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે કહ્યુ કે, મામલમાં પુનર્વિચાર કરવા માટે કાયદો આદાર નથી.
છાવલા ગેંગરેપ મામલે સુપ્રિમ કોર્ટમા દિલ્હી પોલીસ માટે મોટો ઝટકો છે. અદાલતમાં આ મામલે દાખલ કરવામાં આવેલ પૂનર્વિચાર અરજીને ફગાવામાં આવી છે. જણાવી દઇએ કે, છાવલા વિસ્તારમાં એક યુવતી સાથે ગેંગરેપ બાદ તેની હત્યા કરી દેવામાં આવી હતી.
ગયા વર્ષે ૭ નવેમ્બરે આપવામાં આવેલ ર્નિણયમાં સુપ્રિમ કોર્ટે આ કેસમાં પોલીસની તપાસ અને ટ્રાયલ પર સવાલ ઉઠાવતા શંકાનો લાભ આપીને દોષીતોને બરી કરી દેવામાં આવ્યા હતા. પીડિત પરિવાર અને દિલ્હી પોલીસે ફાંસીની સજા મેળવેલ ત્રણેય દોષીતોને છોડવા માટે ર્નિણય પર પૂનર્વિચાર કરવાની માગ કરી હતી.
અરજી પર કોર્ટે કહ્યુ કે, આ ર્નિણય પર કોઇ ખામી નથી. એટલા માટે પુનર્વિચારનો કોઇ ઓચિત્ય નથી. છાવલા મામલે દોષિતોને નિચલી અદાલત અને ત્યાર બાદ હાઇકોર્ટમાં ફાંસીની સજા થઇ ચૂકી છે. એવામાં પીડિત પરીવારે એક અરજી દાખલ કરીને દોષિતોને છોડોવામાં આવેલ તેને લઇને સુપ્રિમ કોર્ટમાં પુનર્વિચારની માગ કરવામાં આવી હતી. જેને સુપ્રિમ કોર્ટે ફગાવી દિધી છે.
પીડિતાના માતા-પિતાએ કહ્યું હતું કે તેઓ આરોપીને ફાંસીની સજા ઈચ્છે છે. ગુરુગ્રામ સાયબર સિટીમાં કામ કરતી યુવતીનું ૯-૧૦ ફેબ્રુઆરી, ૨૦૧૨ ની મધ્યરાત્રિએ દિલ્હીના કુતુબ વિહારમાં તેના ઘરની નજીક કારમાં ત્રણેય દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું.
ત્રણ દિવસ પછી રેવાડીના રોધઈ ગામમાં એક ખેતરમાંથી પીડિતાની લાશ મળી આવી હતી. તેના શરીર પર ઘણી ઇજાઓ હતી અને કારના સાધનોથી માંડીને માટીના વાસણો સુધીની વસ્તુઓ વડે હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે રવિએ ષડયંત્ર રચ્યું હતું કારણ કે યુવતીએ તેના પ્રપોઝલ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આ પછી ત્રણેય પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.
ડીએનએ રિપોર્ટ અને અન્ય તમામ પુરાવાઓની મદદથી ત્રણેય સામેનો કેસ ટ્રાયલ કોર્ટમાં સાબિત થયો હતો. અગાઉ ૨૦૧૪માં નીચલી અદાલતે આ કેસને ‘રેરેસ્ટ ઓફ ધ રેર’ કેટેગરીમાં ગણીને ત્રણેયને ફાંસીની સજા સંભળાવી હતી. બાદમાં દિલ્હી હાઈકોર્ટે પણ આ ર્નિણયને યથાવત રાખ્યો હતો. સાથે જ સુપ્રીમ કોર્ટે ત્રણેયને મુક્ત કર્યા હતા
અરજી પર ર્નિણય આપતા ટોચની અદાલતે કહ્યુ , ઉપલબ્ધ રિકોર્ડને જાેતા જામીનના ર્નિણય પર કોઇ ખામી નજર નથી આવી. એવામાં પુનર્વિચારની માગ વાળી અરજીને ફગાવી દેવામાં આવી હતી.HS1MS