વડોદરામાં સેટેલાઇટ સ્ટેશન છાયાપુરીના નવનિર્મિત ભવનનું લોકાર્પણ
અમદાવાદ, ભારતીય રેલ્વે દ્વારા પોતાના સન્માનીય યાત્રીઓને સર્વોત્તમ સેવાઓ અને સુવિધાઓ પ્રદાન કરવાના નિરંતર પ્રયાસોના ક્રમ માં, પશ્ચિમ રેલ્વેને ગુજરાત રાજ્યમાં રેલ્વેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં બીજા અધ્યાયનો ઉમેરો થયો છે. એક મહત્વપૂર્ણ શરૂઆત હેઠળ, માનનીય રેલ રાજ્ય મંત્રી શ્રી સુરેશ અંગડી ને શનિવાર, ૧૪ ડિસેમ્બર, ૨૦૧૯ ને વડોદરા માં છાયાપુરીના નવનિર્મિત સેટેલાઈટ સ્ટેશન ભવન નો લોકાર્પણ કરી આ રાષ્ટ્રને સમર્પિત કર્યું.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, ગુજરાત સરકાર ના માનનીય નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી માનનીય શ્રી યોગેશભાઈ પટેલ, વડોદરાની મેયર (મહાપૌર) માનનીય ડો. જિગીશાબેન શેઠ, માનનીય સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, પશ્ચિમ રેલ્વેના એડિશનલ જનરલ મેનેજર શ્રી વી.કે. ત્રિપાઠી, માનનીય વિધાયક શ્રી જીતેન્દ્રભાઈ સુખડીયા, માનનીય વિધાયક શ્રીમતી મનીષાબેન વકીલ, માનનીય વિધાયક શ્રીમતી સીમાબેન મોહિલે, વડોદરા ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવિન્દ્ર કુમાર અને વિવિધ સિનિયર રેલ અધિકારી હાજર હતા.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી રવિન્દ્ર ભાકર દ્વારા જારી કરવામાં આવેલી એક પ્રેસ નોટમાં જણાવ્યા અનુસાર માનનીય રેલ્વે રાજ્ય મંત્રી શ્રી અંગડી એ વડોદરા જંકશન પાસે આવેલા છાયાપુરીના નવનિર્મિત સેટેલાઇટ સ્ટેશનની લોકાર્પણ પટ્ટીનો અનાવરણ તેનો ઉદઘાટન કર્યું. છાયાપુરી સ્ટેશન કો અમદાવાદ-રતલામ અને તેની આગળના રૂટ પર ચાલવાવાળી ટ્રેનો હેતુ વડોદરા માટે એક વધુ સ્ટેશન ની જેમ એક સેટેલાઈટ સ્ટેશન સ્વરૂપે વિકસિત કરવામાં આવ્યું છે.
છાયાપુરી સ્ટેશન દ્વારા આ ક્ષેત્ર અને આસ-પાસને વિસ્તારોને પ્રદાન કરવામાં આવેલી મહત્વપૂર્ણ યાત્રી સુવિધાઓને ધ્યાનમાં રાખતા, રેલ મંત્રાલય ને ૧૭ ડિસેમ્બર, ૨૦૧૯ થી છાયાપુરી સ્ટેશન થઈને ૧૩ ટ્રેનોના પરિચાલનો ને મંજૂરી આપી છે. પશ્ચિમ રેલ્વેને ૧૩ મહત્વપૂર્ણ ટ્રેનો ને ડાયવર્ટ કરવાનો નિર્ણય લીધો છે અને આ ટ્રેનોને છાયાપુરી સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવશે.
શ્રી ભાકરે જણાવ્યું કે છાયાપુરી સ્ટેશન તે વિસ્તારના યાત્રીઓને ઉલ્લેખનીય રાહત પ્રદાન કરશે અને આ વડોદરા સ્ટેશન પર યાત્રીઓની ભીડ ઓછી કરશે. છાયાપુરી સ્ટેશન પર ૨ પૂર્ણ લંબાઈવાળા પ્લેટફોર્મ (૨૬ કોચ ટ્રેનો માટે) અને ૨ લૂપ લાઈનો છે. આ માટે, અમદાવાદ-રતલામ લાઈન અને આવી વિરુદ્ધ દિશામાં ટ્રેનોને વડોદરા જંક્શન પર રિવર્સ કરવાની આવશ્યકતા રહેશે નહિ. આથી પ્રતિ ટ્રેન લગભગ ૨૭ મિનિટ ની બચત રહેશે અને વડોદરા સ્ટેશન પર ભીડ પણ ઓછી થશે. પરિયોજનાનો કુલ ખર્ચ ૫૦ કરોડ રૂપિયા છે.
આનાથી આ રૂટ પર વધારે ટ્રેનોને ચલાવવાની સાથે-સાથે ટ્રેનોની સમયપાલનતામાં પણ સુધાર થશે. છાયાપુરી સ્ટેશન ની આજુ-બાજુના વિસ્તારોના વિકાસમાં તેજી જોવા મળે છે, કેમ કે નવા સ્ટેશન આ વિસ્તારોમાં પ્રસંગો અને સુવિધાઓના નવા દ્વાર ખોલશે. કાર્યક્રમના પ્રારંભમાં પશ્ચિમ રેલ્વે ના એડિશનલ જનરલ મેનેજર શ્રી વી.કે.ત્રિપાઠી એ દરેક મહેમાનોનો સ્વાગત કર્યું અને અંતમાં વડોદરા ડિવિઝન રેલ્વે મેનેજર શ્રી રવિન્દ્ર કુમારે બધાનો આભાર વ્યક્ત કર્યો.
કાર્યક્રમનો મંચ સંચાલન પશ્ચિમ રેલ્વેના સિનિયર જનસંપર્ક અધિકારી શ્રી ગજાનન મહતપૂરકર દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમ પહેલા માનનીય રેલ રાજ્ય મંત્રી શ્રી અંગડી એ નવનિર્મિત સ્ટેશન ભવન પરિસર માં પૂજા અર્ચના પણ કરી અને સંપૂર્ણ પરિસરનો નિરીક્ષણ કરી અહીં પ્રદાન કરેલ યાત્રી સુવિધાઓની સમીક્ષા કરી.