Western Times News

Gujarati News

છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં પાંચ ઇંચથી વધુ વરસાદ

રાજ્યના ૬ તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ : રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ ૫૮ ટકા વરસાદ

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ૫૮ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ સહિત રાજ્યના અન્ય ૬ તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા. ૧૯ જુલાઇ ૨૦૨૨ના રોજ સવારે ૬.૦૦કલાક પુરા થતાં ૨૪ કલાક દરમિયાન બોડેલી તાલુકામાં ૧૦૩ મિ.મી., વરસાદ નોંધાયો છે જ્યારે, વાઘોડિયામાં ૯૧ મિ.મી.,કુકરમુંડામાં ૮૯ મિ.મી, વડોદરામાં ૮૫ મિ.મી, સંખેડામાં ૮૩ મિ.મી અને તિલકવાડામાં ૮૦ મિ.મીમળી પાંચ તાલુકાઓમાં ત્રણ ઇંચ કરતા વધુવરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત પાદરા તાલુકામાં ૬૭ મિ.મી, કપરાડામાં ૬૫ મિ.મી, ચોટીલામાં ૬૩ મિ.મી, ડેડીયાપાડામાં ૬૧ મિ.મી, આણંદમાં ૬૦ મિ.મીઅને નાંદોદમાં ૫૧ મિ.મી એમ મળી કુલ ૬ તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે ૧૯ તાલુકાઓમાંનોંધપાત્ર વરસાદ વરસ્યો છે.

તા. ૧૯ જુલાઇ ૨૦૨૨ના રોજ સવારે ૬.૦૦કલાક થી સવારે ૧૦ કલાક સુધી અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં ૪૪ મિ.મી, સંતરામપુરમાં ૩૯ મિ.મી, કડાણામાં ૩૬ મિ.મી, ફતેપુરમાં ૩૨ મિ.મી, મોરવા હડફમાં ૨૭ મિ.મી, શહેરામાં ૨૬ મિ.મી અને પેટલાદમાં ૨૪ મિ.મી એમ મળી કુલ સાત તાલુકાઓમાં ૧ ઇંચ વરસાદ નોંધાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૫૮.૩૨ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૧૦૪.૦૯ ટકા, દક્ષિણગુજરાત ઝોનમાં ૭૪.૧૭ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૫૭.૭૭ ટકા, પૂર્વ ગુજરાતમાં ૪૭.૦૨ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૩૨.૬૫ ટકા વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.