Western Times News

Gujarati News

ફ્રાન્સના મેયોટ પર ત્રાટકેલા ‘ચીડો’ વાવાઝોડાએ વિનાશ વેર્યોઃ ૧૪નાં મોત

કેપટાઉન, હિંદ મહાસાગરમાં આવેલાં ફ્રાન્સના મેયોટ વિસ્તાર ઉપર ત્રાટકેલાં ‘ચીડો’ વાવાઝોડાએ સમગ્ર વિસ્તારમાં ભારે વિનાશ વેર્યાે હતો. જેમાં ૧૪ લોકોના મોત થયા હતા એમ ફ્રાન્સના ગૃહ મંત્રાલયે રવિવારે કહ્યું હતું.

મંત્રાલયે વધુમાં કહ્યું હતું કે મૃત્યુ પામેલા લોકોનો અને ઇજાગ્રસ્ત લોકો અસલી આંકડો નક્કી કરવો મુશ્કેલ છે, કેમ કે મૃત્યુઆંક વધે એવી સંપૂર્ણ શક્યતા રહેલી છે. મેયોટ સ્થિત હોસ્પિટલે કહ્યું હતું કે ૯ લોકોની હાલત અત્યંત ગંભીર અને નાજૂક છે અનેઅન્ય ૨૪૬ લોકોને ઇજાઓ પહોંચી છે.

આ વાવાઝોડુ હિંદ મહાસાગરના દક્ષિણ-પૂર્વ પટ્ટા ઉપર ફૂંકાયું હતુ જેના કારણે મડાગાસ્કર અને કોમોરોસ જેવા ટાપુઓ પણ તેની ઝપટમાં આવી ગયા હતા પરંતુ ફ્રાન્સનો મેયોટ વિસ્તાર સીધો આ વાવાઝોડાના માર્ગમાં આવતો હતો જેથી આ વિસ્તારમાં ભારે વિનાશ સર્જાયો હતો એમ કહેતા એક સરકારી અધિકારીએ ઉમેર્યું હતું કે મેયોટના ૯૦ વર્ષના ઇતિહાસમાં આ સૌથી વિનાશક અને ખતરનાક વાવાઝોડું હતું.

પેરિસ ખાતે બોલાવાયેલી ઇમરજન્સી મિટિંગ પૂરી થયા બાદ ફ્રાન્સના ગૃહમંત્રી બ્›નો રિટેલોએ શનિવારે રાત્રે કહ્યું હતું કે મેયોટ વિસ્તારમાં મૃત્યુઆંક વધે એવી સંપૂર્ણ શક્યતા રહેલી છે.

ફ્રાન્સના હવામાન ખાતાએ કહ્યું હતું કે પ્રતિ કલાક ૨૨૦ કિ.મીની ઝડપે ફૂકાયેલા આ વાવાઝોડાએ મેયોટ વિસ્તારના મકાનો ઉપર આવેલાં લોંખડના પતરાં પણ ઉખેડી નાંખ્યા હતા અને આ વિસ્તારમાં આવેલા અનેક નાના-મોટા માળખાને જમીનદોસ્ત કરી નાંખ્યા હતા.

મેયોટ વિસ્તારમાં અંદાજે ૩ લાખ લોકોની વસ્તી રહે છે. જે પૈકી મોટાભાગના લોકો આ વાવાઝોડાના કારણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રભાવિત થયા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.