ગુજરાત હાઈકોર્ટ ખાતે મેડીકલ કેમ્પના આયોજનનું ઉદ્દઘાટન ચીફ જસ્ટીસે કર્યુ
ગુજરાત હાઈકોર્ટ ખાતે મેડીકલ કેમ્પના આયોજનનું ઉદ્દઘાટન ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુશ્રી સુનિતાબેન અગ્રવાલે કર્યુ જયારે બ્લડ ડોનેશન કેમ્પમાં પ્રથમ ડોનેશન ગુજરાત હાઈકોર્ટ બારના પ્રમુખ બ્રીજેશભાઈ ત્રિવેદીએ કરી પ્રેરણાત્મક ઉદાહરણ પુરૂં પાડયું !!
તસ્વીર ગુજરાત હાઈકોર્ટ ખાતે ધ્વજવદન સમારોહ દરમ્યાન ગુજરાત હાઈકોર્ટના કર્મચારીગણ માટે કરવામાં આવેલ મેડીકલ કેમ્પના કાર્યક્રમના આયોજનની છે. જેમા ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુશ્રી સુનિતાબેન અગ્રવાલ આ માનવતાવાદી અભિગમ કાર્યક્રમનુ ઉદ્દઘાટન રીબીન કાપી કર્યુ હતું !! તેની આ બોલતી તસ્વીર છે !! જુદા જુદા પરિક્ષણ તબીબી નિદાન કેમ્પના આયોજન સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું હતું !!
જેમાં ગુજરાત હાઈકોર્ટ બારના પ્રમુખ શ્રી બ્રીજેશભાઈ ત્રિવેદીએ સૌપ્રથમ “રક્તદાન” કરીને સમગ્ર હાઈકોર્ટ બાર માટે પ્રેરણાત્મક ઉદાહરણ પુરૂં પાડયું હતુ !! જેને ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુશ્રી સુનિતાબેન અગ્રવાલે સહર્ષ સ્વીકાર્યુ હતું !! આ સમયે ગુજરાત હાઈકોર્ટના કર્મચારી ભાઈઓ-બહેનોએ ચીફ જસ્ટીસશ્રીનો સહૃદય આભાર માન્યો હતો !! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા કરિશ્મા ઠાકોર દ્વારા)
ગ્રીક ચિકિત્સક હિપોક્રેટસે કહ્યું છે કે, ‘ડાહ્યો માણસ એ છે કે જે સ્વાસ્થ્યને ઈશ્વરના આર્શિવાદ ગણે છે અને પોતાની માંદગીમાંથી ઘણું શિખે છે’!! અમેરિકન વૈજ્ઞાનિક શોધક બેન્જામીન ફ્રેન્કલીને કહ્યું છે કે, ‘ઈશ્વર તેમને જ મદદ કરે છે જેઓ તેમની જાતને મદદ કરે છે’!! ગુજરાત હાઈકોર્ટ ખાતે યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમને માનવતાવાદી અભિગમથી ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુશ્રી સુનિતાબેન અગ્રવાલે ઉજાગર કર્યો !!
ગુજરાત હાઈકોર્ટના પટાગણમાં ધ્વજવંદન સમારોહ બાદ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુશ્રી સુનિતાબેન અગ્રવાલે ગુજરાત હાઈકોર્ટના સ્ટાફ કર્મચારીઓ માટે મેડીકલ પરિક્ષણ કેમ્પનું આયોજન કર્યુ હતુ જેનું ઉદ્દઘાટન હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુશ્રી સુનિતાબેન અગ્રવાલે કર્યુ હતું !!