“ચીફ જસ્ટીસ સોનિયાબેન ગોકાણીએ બારના પ્રશ્નો બે જ દિવસમાં ઉકેલ્યા” – પ્રમુખ પૃથ્વીસિંહ જાડેજા
“લોક્શાહી મૂલ્યો માટે હિમ્મત અને આદર્શો જાળવવા ભયમુક્તતા જરૂરી છે” – ચીફ જસ્ટીસ સોનિયાબેન ગોકાણી
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ સોનિયાબેન ગોકાણીની સંવેદનાસભર પ્રતિભાને બિરદાવતા કાયદા ક્ષેત્રના મહાનુભાવો! એ જ તેમના જીવનની સિદ્ધિ છે!
તસવીર ગુજરાત હાઇકોર્ટની છે જ્યાં ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ સુ શ્રી સોનિયાબેન ગોકાણીના ફુલ ટાઈમ કોર્ટ ફેરવેલ ની યાદગાર સ્મૃતિની છે ડાબી બાજુની તસવીર ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ શ્રી એ. જે. દેસાઈની છે
તેઓએ પ્રસંગિક ઉદબોધનમાં કહ્યું હતું કે ચીફ જસ્ટીસ સુ શ્રી સોનિયાબેન ગોકાણી એક નીડર, કર્મશીલ શિસ્તને મારનારા અને દયાળુ હૃદય ધરાવતા આદર્શ ન્યાયાધીશ છે જસ્ટીસ એ.જે.દેસાઈ એવું કહ્યું હતું કે સુ શ્રી ગોકાણીબેન ના માનતાવાદી અને પ્રગતિશીલ જજ તરીકે જેલમાં બદલાવ લાવવાના પ્રયાસ કર્યો હતો
તેમને ચોથી લોક અદાલતમાં દસ લાખ કેસોનો નિકાલ કરી સિદ્ધિ હાસલ કરી હતી અને મીડિયેશન ટ્રેનિંગ પ્રોગ્રામ પાછળ આપેલા યોગદાનને પણ બિરદાવેલ હતા અંતમાં જસ્ટીસ શ્રી એ. જે. દેસાઈએ સુદીર્ઘ જીવનની શુભકામના પાઠવી હતી બીજી તસવીર ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ જનરલ શ્રી કમલેશભાઈ ત્રિવેદીએ તેમને પ્રસંગીક સંવેદના અભિવ્યક્ત કરતા કહ્યું હતું
કે સુ શ્રી સોનિયાબેન ગોકાણી ના જીવન પર ક્રિષ્ના મૂર્તિ અને વિમલાતાઈ નો પ્રભાવ રહ્યો છે શ્રી કમલભાઈ ત્રિવેદી એ પોતાની આ સદભાવના ને વિમલાતાઈના શબ્દોને ટાંકીને સુંદર રીતે થયું હતું કે તારી આંગળીના ટેરવે નર્તન કરનારી કળીને તું સાચવજે, તારા હૈયાને હીન્ડોળનારી રસીકતાને જાળવજે, ક્યારે કરમાઈશ નહીં, ક્યારે મૂંઝાઈશ નહીં,
https://westerntimesnews.in/news/251685/why-supreme-court-granted-interim-bail-in-pawan-khera-case-like-the-police-understand/
સદા સર્વદા સંભાળશે! આ સાથે તેમના લાંબા જીવનની શુભકામના પાઠવી હતી તે પૂર્વે શ્રી કમલભાઈએ ચીફ જસ્ટીસ શ્રી ગોકાણીબેનના ન્યાય ક્ષેત્રની યાત્રા ને સુંદર રીતે બિરદાવી અનેક ઉદાહરણો આપ્યા હતા ત્રીજી તસવીર ગુજરાત હાઇકોર્ટ બારના પ્રમુખ શ્રી પૃથ્વીસિંહ જાડેજા ની છે
તેઓએ પ્રસંગે ઉદબોદનમાં કહ્યું હતું કે શ્રી સોનિયાબેન ગોકાણી એ મુખ્ય ન્યાયમૂર્તિ બન્યા એ આપણા માટે ગૌરવની વાત છે મહિલા એડવોકેટની વણ ઉકેલાયેલી સમસ્યા બે જ દિવસમાં ઉકેલી આપી છે બારના મહિલા સભ્યો માટે સેનેટરી પેડ ડીસ્પોસેબલ મશીન લગાવીને અગત્યની જગ્યાએ મૂકી આપ્યા છે
ચીફ જસ્ટિસ ગોકાણી બેનના દરેક ચુકાદામાં માનવતા સ્પર્શતી જાેવા મળી છે તેઓએ મેડીએશનના મુદ્દે નોંધપાત્ર સક્રિયતા દર્શાવી છે તેમ કહી તેમના સુખમય જીવનની શુભેચ્છા પાઠવી હતી. ચોથી નીચેની તસ્વીર સોસાયટી ફોર લીગલ જસ્ટિસના ચેરમેન અને ફોજદારી કોર્ટ બારના પૂર્વ પ્રમુખ શ્રી બી એમ ગુપ્તાની ની છે
તેમણે ચીફ જસ્ટીસ સોનિયાબેન ગોકાણીને ન્યાય ક્ષેત્રના ખરાઅર્થમાં ‘ન્યાયદેવી’ ગણાવી ને તેમની પ્રગતિશીલ, માનવતા ભર્યો કમર્શીલ દ્રષ્ટિકોણને આજના યુવાન વકીલો માટે દીવાદાંડી રૂપ ગણાવ્યા છે તેઓએ પોતાનો સામાજિક યોગદાન ચાલુ રાખે એ જ શ્રદ્ધા અભિવ્યક્ત શ્રી બી એમ ગુપ્તાએ કરી હતી!
જ્યારે ગુજરાત હાઇકોર્ટ બારના પૂર્વ કારોબારી સભ્ય શ્રી ભુવનેશભાઈ રૂપેરાએ કહ્યું છે કે સિનિયર વકીલ હોય કે જુનિયર વકીલ હોય બધા સાથે માનભેર સંબોધન કરવું અને કેસના ગુણદોષ પર ર્નિણય કરી જુનિયર્સ વકીલો ને તેમણે પ્રોત્સાહિત કર્યા હતા
જાે કોઈ જુનિયર વકીલ પણ યોગ્ય તૈયાર કરીને જાય તો સિનિયર કાઉન્સિલની પણ જરૂર ના રહે એ રીતે વકીલો ને સાંભળતા હતા શ્રી ભુવનેશભાઈ રૂપેર એ તેમના તંદુરસ્તમય જીવન માટે જ શુભકામના પાઠવી છે. (તસવીર સમાચાર ભરત ઠાકોર તથા કરિશ્મા ઠાકોર દ્વારા)
તારી આંગળી ના ટેરવે નર્તન કરનારી કળી ને તું સાચવજે, તારા હૈયા ને હિન્ડોળનારી રસિકતાને જાળવજે ક્યારે કરમાઈશ નહિ ક્યારે મુંજાઈશ નહિ સદા સર્વદા સંભાળશે! – એડ્વોકેટ જનરલ કમલભાઈ ત્રિવેદી
રુડીયાર ક્રીપ્લીંગે સરસ કહ્યું છે કે “જીવનની થોડી મહત્વની બાબતો છે તે સંઘરવાની ઉત્તમ જગ્યા માનવીનો પોતાનો જ હૃદય છે”!! જ્યારે વિલિયમ બ્લેક નામના સાહિત્યકારે કહ્યું છે કે “તમે એવા કર્મ કરો કે સમયની રેટ પર તમારા પગલાં રહે”!! ગુજરાત હાઇકોર્ટ હોય કે
ભારતની સુપ્રીમ કોર્ટ હોય આ દેશની મહાન વિશ્વાસપાત્ર બંધારણીય સંસ્થામાં અનેક મહાન કર્મશીલ ન્યાયાધીશો આવ્યા અને ગયા પણ દુનિયાના લોકો તેમને આજે પણ યાદ કરે છે! કર્મરૂપી નિષ્ઠા માનવીને લોક હૃદયમાં જીવંત રાખે છે! અને ઉમદા કર્મરૂપી સેવા શ્રી પરમેશ્વરને તે રૂણી બનાવે છે
ગુજરાત હાઇકોર્ટના પ્રથમ શ્રી સોનિયાબેન ગોકાણી તારીખ ૨૫.૦૨.૨૦૨૩ ના રોજ નિવૃત્ત થયા છે પરંતુ તેમની વિદાયની સ્મૃતિમાં યોજાયેલ ફૂલ કોર્ટ ફેરવેલ સન્માન હમેશા યાદગાર રહેશે
ચીફ જસ્ટીસ સોનિયાબેન ગોકાણીએ ફૂલ ટાઇમ કોર્ટ ફેરવેલ માં અભિવ્યક્ત થયેલી સંવેદના નો યાદગાર પ્રતિભાવ સાથે અનેક ને યાદ કર્યા હતા!
છેલ્લી તસવીર ચીફ જસ્ટીસ શ્રી સોનિયાબેન ગોકાણીની છે તેમણે ગુજરાત હાઇકોર્ટમાં ફુલ કોર્ટ ફેરવેલ આયોજન દરમિયાન આપેલી યાદગાર પ્રાસંગિક પ્રસંગ માં કહ્યું હતું કે “ પળભરની આળસ નહીં અને રતિભરનો પ્રમાદ નહીં” એવા જીવનના મૂલ્યોને રજૂ કરીને તેમણે સમગ્ર ન્યાય ક્ષેત્રના જ નહીં સમગ્ર માનવ સમાજને અદભુત સંદેશો આપ્યો હતો
તેમને આજના યુવાન વકીલોને પણ સંદેશો આપતા કહ્યું હતું કે ‘હિંમત અને ભઈમુકતતા’ એ જીવનમાં અગત્યના છે લોકશાહી મૂલ્યો માટે હિંમત દાખવા અને જીવનના આદર્શો જાળવવા ભયમુકતતા જરૂરી છે તેમ કહી ચીફ તેમણે જીવનની અનેક બાબતો પર પ્રકાશ પાડ્યો હતો!
તેમને એક બાળકી પર થયેલા રેપ કેસ પછીની અદાલતી કાર્યવાહી માં સર્જાયેલ હૃદય દ્રાવક પરિસ્થિતિનું બયાન કરીને ન્યાય ક્ષેત્રની ભૂમિકા નું મહત્વ સમજાવી અગત્યની વેદના સાથે દિશાનિર્દેશ આપ્યો હતો સુ શ્રી સોનિયાબેન ગોકાણી ના જીવન યાત્રા દરમિયાન થયેલા અનુભવો અને સંવેદના સભ્ય સંબંધોની યાદ તાજી કરી
પોતાના પરિવાર સાથેની લાગણી પણ અભિવ્યક્ત કરી હતી ચીફ જસ્ટીસ સોનિયાબેન ગોકાણીએ અનેક સાથે ન્યાયાધીશોને યાદ કર્યા હતા એટલું જ નહીં પોતાના કોર્ટ સ્ટાફ ને પણ યાદ કરવાનું ભૂલ્યા નહોતા આ એક નોંધપાત્ર બાબત હતી અંતમાં તેમણે રવીન્દ્રનાથ ટાગોરને યાદ કરતાં કહ્યું કે
“માણસ તેની પ્રાપ્તિ થી મહાન હોવા જાેઈએ અને તેની કીર્તિથી આગળ હોવો જાેઈએ”!! ગુજરાત હાઇકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી સોનિયાબેન ગોકાણી નું જીવન એક સમગ્ર માનવ જાતને સંદેશો છે આનાથી જીવનની બીજી મોટી ઉપલબ્ધી કઈ હોઈ શકે?!