મુખ્યમંત્રી અને અમિત શાહે કચ્છના અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું
અમદાવાદ, ગુજરાતમાં બિપોરજાેય વાવાઝોડું લેન્ડફોલ થતાં અનેક વિસ્તારોમાં ભારે તારાજી સર્જી છે. રાજ્યના દરિયા કાંઠેના વિસ્તારોમાં વાવાઝોડાનો તોફાન જ તોફાન જાેવા મળી રહ્યું છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવ્યા હતા અને તેઓ મુખ્યમંત્રી સાથે વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ લીધી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વાવઝોડાની પરિસ્થિતિ ઉપર સતત નજર રાખી રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદ આવ્યા હતા, તેમજ સ્થિતિ સાનુકૂળ હશે તો અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરી પરિસ્થિતિનો તાગ મેળવી શકે છે.
માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બિપરજોય વાવાઝોડાથી કચ્છ જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું.#CycloneBiparjoy pic.twitter.com/TMmxgNXhMx
— CMO Gujarat (@CMOGuj) June 17, 2023
રાત્રે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી વાવાઝોડાની પરિસ્થિતને જાણકારી મેળવી હતી. બિપોરજાેય વાવાઝોડાના કારણે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે. શનિવારે પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે,
કચ્છ જિલ્લામાં ‘બિપરજોય’ વાવાઝોડા બાદની સ્થિતિના નિરીક્ષણ માટે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છ પહોંચ્યા છે. બંનેએ કચ્છ જિલ્લાની સ્થિતિનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. ત્યાર બાદ માંડવી હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોની મુલાકાત કરી ખબરઅંતર પૂછ્યા હતા.
હવામાન વિભાગ દ્વારા ટ્વીટ કરીને રાજ્યના ૧૨ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. અમદાવાદ મુજબ,આ સાથે સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, પોરબંદર, જુનાગઢ અને રાજકોટ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઇ છે.