Western Times News

Gujarati News

તાપી જિલ્લાને ૪૯ ઇ-વ્હીકલની ભેટ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

કચરો એકત્ર કરી રિસાયકલ કરવા માટે એજન્સીઓને કચરો વેચી તમામ ગ્રામ પંચાયતો આવક મેળવશે

તાપી, તા.૨૫, તાપી જિલ્લામાં રાજ્યસ્તરીય પ્રજાસત્તાક પર્વની દબદબાભેર ઉજવણી થવાની છે, તેના અનુસંધાને તા.૨૫ના રોજ પૂર્વ સંધ્યાએ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ૪૯ જેટલી ઇકો ફ્રેન્ડલી રિક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

સર્કીટ હાઉસ પાસેના મેદાનમાં યોજાયેલા “એટ હોમ” નામના રાજદ્વારી કાર્યક્રમના અંતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી. એન. શાહ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી ખ્યાતી પટેલ સહિત મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી આપી ઇ-રિક્ષાને પ્રસ્થાન કરાવાયું હતું.

તાપી જિલ્લાના પ્રજાજનોની સુવિધા અને સુખાકારીમાં વધારો કરતા આ લોકાર્પણમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કાર્યરત સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઘનકચરા વ્યવસ્થાપન માટે ૪૯ જેટલા ઇ-વ્હીકલનું લોકાર્પણ કરાયું હતું.

ઘન કચરાના વ્યવસ્થાપન માટે તાપી જિલ્લાની ૪૯ ગ્રામ પંચાયતો માટે રૂ. ૧.૦૨ કરોડના ખર્ચે આ ઈ-રિક્ષાઓ ગ્રામીણ વિસ્તારોમાં ભ્રમણ કરશે. ઘરે ઘરે કચરો એકત્ર કરી તેને સેગ્રીગેટ કરી ભીના કચરાને કમ્પોસ્ટ કરવા માટે ઉપયોગ કરશે

અને સુકા કચરાને એજન્સીને રિસાયકલ કરી ગ્રામ પંચાયત આવક મેળવશે. પર્યાવરણહિતેષી અભિગમ સાથે ઉચ્છલ તાલુકાના ૭ ગામો માટે ઇ-વ્હીકલ, સોનગઢ તાલુકાના ૧૨ ગામો, વ્યારા તાલુકામાં ૧૦ ઇ-વ્હીકલ, ડોલવણ તાલુકા ૫ ઇ-વ્હીકલ, નિઝર તાલુકા ૫, કુકરમુંડા તાલુકા ૪ અને વાલોડ તાલુકા માટે ૫ ઇ-વ્હીકલ મળી કુલ ૪૯ ઇ-વ્હીકલ અર્પણ કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.