“મતદાતા ચેતના અભિયાન”નો ઘાટલોડિયાથી શુભારંભ કરાવતા મુખ્યમંત્રી
કર્ણાવતી મહાનગર મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી અને ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા “મતદાતા ચેતના અભિયાન”નો સોલા ખાતે શુભારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે મીડિયાને સંબોધતા જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં વિશ્વની સૌથી મોટી લોકશાહી મજબૂત અને મક્કમ પણે આગળ વધી રહી છે. સરકાર દ્વારા મતદાર નોંધણીના કાર્યક્રમો સમયાંતરે યોજાતા જ હોય છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહવાન અને ગુજરાત રાજ્યના ભાજપના પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના માર્ગદર્શનમાં સમગ્ર રાજ્યમાં ભાજપના કાર્યક્રતાશ્રીઓ દ્વારા મતદાતા જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તે અંતર્ગત આજે ઘાટલોડિયા વિધાનસભા ખાતે શુભારંભ થઇ રહ્યો છે. ભાજપના કાર્યકર્તાશ્રીઓ ઘરે- ઘરે જઈ મતદાતાઓનો સંપર્ક કરી ખૂટતી જરૂરી કાર્યવાહી કરશે અને નવા મતદાતાઓનો સંપર્ક કરી નોંધણી કરવાની પ્રક્રિયા હાથ ધરશે.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે નવા મતદારોની નોંધણી કરી હતી અને તેમની સાથે સંવાદ કર્યો હતો.
આજના આ પ્રસંગે મહાનગરના પ્રભારીશ્રી સંજયભાઈ પટેલ, પ્રદેશ સહ કોષાધ્યક્ષશ્રી અને સહ પ્રભારીશ્રી ધર્મેન્દ્રભાઈ શાહ, અભિયાનના પ્રદેશ સભ્યશ્રી રાજુભાઈ ઐયર, પ્રદેશ સહ પ્રવક્તાશ્રી ડો ઋત્વિજ પટેલ, મહાનગરના સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી હિતેશભાઈ બારોટ, ચેરમેનશ્રી દેવાંગભાઈ દાણી, મહાનગરના ઉપાધ્યક્ષશ્રી દર્શક્ભાઇ ઠાકર અને કાર્યકર્તાશ્રીઓ, પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.