Western Times News

Gujarati News

અયોધ્યામાં શ્રીરામ મંદિરમાં રામલલ્લાના દર્શનનો અલૌકિક લ્હાવો પ્રાપ્ત કરતાં મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીમંડળના સભ્યોને આજે પાવન નગરી અયોધ્યાજમાં ભવ્ય અને દિવ્ય શ્રીરામ મંદિરમાં રામલલ્લાના દર્શનનો અલૌકિક લ્હાવો પ્રાપ્ત થયો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે,  ભગવાનના દર્શનની આ અનુભૂતિ હૃદયને સ્વર્ગીય આનંદથી ભરી દેનારી છે.. અવર્ણનીય છે. ભગવાનના દિવ્ય સ્વરૂપ સમક્ષ ભારતના સર્વોત્તમ વિકાસ અને સનાતન મૂલ્યોના જયકારની પ્રાર્થના કરી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અયોધ્યાજી ખાતે ભગવાન શ્રીરામના મંદિરના નિર્માણનું કરોડો દેશવાસીઓનું સ્વપ્ન પૂરું થયું છે. શ્રીરામ મંદિરના દર્શન માટે પ્રત્યેક ભક્ત આતુર છે, ત્યારે આજે મને આ પુનિત અવસર મળ્યો એ ભગવાનની પરમ કૃપા છે. ભગવાનના ચરણોમાં આસ્થા અને ભક્તિપૂર્વક શીશ નમાવું છું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્યના મંત્રીમંડળના મંત્રીશ્રીઓ રામલલ્લાના દર્શન માટે અમદાવાદ એરપોર્ટ પરથી અયોધ્યા જવા શનિવારે સવારે મંત્રી મંડળના સભ્યો સાથે રવાના થયા હતા. 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને પુરુષાર્થથી અયોધ્યામાં નિર્માણ થયેલા ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન રામલલ્લાના દર્શન માટે શનિવારે વહેલી સવારે  અમદાવાદ એરપોર્ટ પરથી અયોધ્યા જવા રવાના થયા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ રાજ્યના મંત્રીમંડળના મંત્રીશ્રીઓ ભવ્ય રામ મંદિરમાં રામચંદ્રજીના શ્રદ્ધા ભક્તિપૂર્વક દર્શન-અર્ચન કરશે.

મુખ્યમંત્રીશ્રી અને મંત્રીમંડળના સદસ્યો સાથે અયોધ્યા રામ મંદિર દર્શન માટે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લ તથા દંડક શ્રી વિજય પટેલ અને નાયબ દંડકશ્રીઓ પણ જોડાયા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.