એકતા અને અખંડતાના શિલ્પી ને સાચી ભાવાંજલિ આપવા માટે રન ફોર યુનિટીની આયોજન: મુખ્યમંત્રી
(પ્રતિનિધિ) અમદાવાદ, દેશના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આગામી 31 ઓક્ટોબરે જન્મજયંતિ છે. દેશની એકતા અને અખંડતાના શિલ્પી ને સાચી ભાવાંજલિ આપવા માટે રન ફોર યુનિટીની આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે એક ભારત શ્રેષ્ઠ ભારત, દોડશે અમદાવાદ, જોડાશે ભારત થીમ પર રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફ્લેગ ઓફ કરાવ્યું હતું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રન ફોર યુનિટીને સાબરમતી રિવર ફ્રન્ટ ખાતેના ઇવેન્ટ સેન્ટરથી શરૂ કરવામા આવી હતી. આ દોડ કુલ 3 કિલોમીટર અંતરની રહી હતી, જેમાં અંદાજિત 2500થી વધુ લોકો જોડાયા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, બે દિવસ બાદ અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી છે, ત્યારે આ વીરપુરુષને ભાવાંજલિ આપવા આજે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી અને સૌ દોડવીરોએ દેશની એકતા અખંડિતતા અને સુરક્ષા માટે સમર્પિત રહેવાના સામૂહિક શપથ આ એકતા દોડના પ્રારંભે લીધા હતા.
મુખ્યમંત્રી એ વધુમાં જણાવ્યું હતું કે, લોહ પુરુષ અને દેશની એકતાના શિલ્પી સરદાર સાહેબની 150મી જન્મ જયંતીની સમગ્ર વર્ષ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ભારતના રાજકીય એકીકરણમાં સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનના સન્માનમાં 31 ઓક્ટોબરના દિવસે ભારતભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આ રન ફોર યુનિટીમાં અમદાવાદના મેયર શ્રી સુશ્રી પ્રતિભાબહેન જૈન, સર્વ સાંસદ સભ્ય શ્રી, સર્વ ધારાસભ્યશ્રી તેમજ ડેપ્યુટી મેયર અને કાઉન્સિલરશ્રીઓ, મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ. થેન્નારસન, અમદાવાદ કલેક્ટર સુશ્રી પ્રવિણા ડી.કે, તેમજ અન્ય મહાનુભાવો, પોલીસના જવાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
વડાપ્રધાનના નેતૃત્વ અને માર્ગદર્શનમાં વર્ષ 2014થી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિના ઉપલક્ષમાં આ ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે. સરદાર વલ્લભભાઈ પટેલે એક અને અખંડ ભારતનું નિર્માણ કર્યું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર સાહેબના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારતના સ્વપ્ન’ને સાકાર કર્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા વહીવટી તંત્ર આયોજિત આ રન ફોર યુનિટી અખંડિતતાનું એક પ્રતીક છે. એટલુ જ નહીં, આ દોડ સૌને એકતાના તાંતણે બાંધે પણ છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રી, ઉપસ્થિત અન્ય મહાનુભાવો અને 3 કિલોમીટર અંતરની આ દોડમાં ઉત્સાહપૂર્વક જોડાયેલા અંદાજિત 2500થી વધુ દોડવીરોએ દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા માટે સમર્પિત રહેવાના સામુહિક શપથ લીધા હતા.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ વર્ષે સમગ્ર દેશમાં સરદાર સાહેબની 150મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરાશે. તેમણે વધુમાં કહ્યું કે, માનનીય વડાપ્રધાનશ્રીએ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સ્વપ્નને સાકાર કર્યું છે.
Chief Minister Shri Bhupendrabhai Patel flagged off the ‘Run for Unity’ organized by the Ahmedabad Municipal Corporation and District Administration on the theme ‘Dodshe Ahmedabad, Jodashe Bharat’ at the Sabarmati Riverfront in Ahmedabad on the occasion of the upcoming ‘National Unity Day’.