વારી એનર્જીસ દ્વારા ભારતના સૌથી મોટા સોલર સેલ મેન્યુફેક્ચરિંગ ગિગાફેક્ટરીનું ઉદ્ઘાટન

ગુજરાતના માનનીય મુખ્યપ્રધાન શ્રી ભૂપેન્દ્ર પટેલ, ભારતના માનનીય કેન્દ્રીય પ્રધાન શ્રી પ્રહલાદ જોશી અને માનનીય કેન્દ્રીય જળશક્તિપ્રધાન શ્રી સી આર પાટિલે વારી એનર્જીસના સોલર સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઔપચારિકપણે ઉદ્ઘાટન કર્યું
ચીખલી, ગુજરાત, ભારતના પુનઃવપરાશી ઊર્જા ક્ષેત્ર માટે એક મહત્વની ક્ષણમાં દેશની અગ્રણી સ્વચ્છ ઊર્જા સંક્રમણ કંપની વારી એનર્જીસ લિમિટેડે ગુજરાતના ચીખલીમાં તેની આધુનિક 5.4 ગિગાવોટ સોલર સેલ ગિગાફેક્ટરી ફેસિલિટીના ભવ્ય ઉદ્ઘાટનની ઊજવણી કરી હતી.
આ સમારંભમાં ગુજરાતના માનનીય મુખ્યપ્રધાન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય કેન્દ્રીય નવી અને પુનઃવપરાશી ઊર્જાપ્રધાન શ્રી પ્રહલાદ જોશી, માનનીય જળશક્તિપ્રધાન શ્રી સી આર પાટિલ, ગુજરાતના વરિષ્ઠ પ્રધાનો જેમાં નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ પ્રધાન શ્રી કનુભાઈ દેસાઈ, ઉદ્યોગો,
નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર પ્રધાન શ્રી બળવંતસિંહ રાજપૂત, ગૃહ, રમતો અને યુવા બાબતોના રાજ્યકક્ષાના પ્રધાન શ્રી હર્ષભાઈ સંઘવી, પર્યાવરણ, જળવાયુ પરિવર્તન અને જળ સંસાધનો બાબતોના રાજ્યકક્ષાના પ્રધાન શ્રી મુકેશભાઈ પટેલ અને સાંસદ તથા વન નેશન વન ઇલેક્શનના ચેરપર્સન શ્રી પી પી ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.
150 એકર વિસ્તારમાં અને 101 એકરના બિલ્ટ-અપ વિસ્તારમાં ફેલાયેલી આ ફેસિલિટી દેશના ટકાઉ ઊર્જા ભવિષ્ય માટે અમારી પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે.
માનનીય નવી અને પુનઃવપરાશી ઊર્જા પ્રધાન શ્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે “આ અભૂતપૂર્વ ફેસિલિટી આત્મનિર્ભર ભારતની ભાવનાને સમાવે છે અને વૈશ્વિક પુનઃવપરાશી ઊર્જાના ક્ષેત્રે ભારતના વધતા સામર્થ્યને નમન છે. સ્વદેશી ઉત્પાદન માટેની વારીની પ્રતિબદ્ધતા સ્વચ્છ ઊર્જા ટેક્નોલોજી માટે ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ભારતને સ્થાપવાના આપણા રાષ્ટ્રીય વિઝન સાથે એકદમ યોગ્ય રીતે બંધ બેસે છે. આ પ્લાન્ટ ન કેવળ સ્થાનિક જરૂરિયાતો પૂરી કરશે પરંતુ આધુનિક સોલર ટેક્નોલોજીના મહત્વના નિકાસકાર તરીકે પણ ભારતની સ્થિતિ મજબૂત કરશે.”
વારી એનર્જીસ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર હિતેશ દોશીએ જણાવ્યું હતું કે “આજે ચીખલીમાં અમારી 5.4 ગિગાવોટ સોલર સેલ ગિગાફેક્ટરીના લોન્ચ સાથે વારી ભારતની ઊર્જા સ્વતંત્રતા અને ટેક્નોલોજી પુનરુત્થાનનો પાયો નાંખી રહી છે. આ અમારું રાષ્ટ્રીય ઘોષણાપત્ર છે જે સોલર સેલમાં જડેલું છેઃ એક એવી બ્લુપ્રિન્ટ જે આપણા આર્થિક માર્ગને નવેસરથી લખશે, વૈશ્વિક ટેક્નોલોજીકલ પરિમાણોને વિક્ષેપિત કરશે અને ભારતને પરોક્ષ ગ્રાહકથી વૈશ્વિક સ્વચ્છ ઊર્જા ક્રાંતિના અગ્રણી તરીકે આગળ લઈ જશે.
અમારી ગિગાફેક્ટરી એ કેવળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરતાં સવિશેષ છે. તે એક પવિત્ર રાષ્ટ્રીય કરાર છે અને નવીનતા, સ્થિતિસ્થાપકતા અને અવિશ્વસનીય સંભાવનાની ભારતની અતૂટ ભાવનાની સાક્ષી છે. અહીં ઉત્પાદન થતો દરેક સોલર સેલ આપણા દેશની આકાંક્ષાના ડીએનએને સમાવે છે જે ટેક્નોલોજીકલ વર્ચસ્વ, આર્થિક આત્મનિર્ણય અને વૈશ્વિક નેતૃત્વનું સ્વપ્ન છે. અમે અહીં કેવળ ઊર્જાનું જ ઉત્પાદન નથી કરતા, અમે રાષ્ટ્રીય ગૌરવની નવી ગાથા ઊભી કરીએ છીએ
જ્યાં સ્વદેશી નવીનતા આપણી સૌથી શક્તિશાળી નિકાસ બને છે. આ પોતાના સાચા સ્વરૂપમાં રહેલું આત્મનિર્ભર ભારત છે, કેવળ આત્મનિર્ભરતા જ નથી પરંતુ સમગ્ર વિશ્વને એક નિર્ભિક જાહેરાત છે કે ભારત વૈશ્વિક ઊર્જાના ક્ષેત્રે નેતૃત્વ કરશે, નવીનતા લાવશે અને પરિવર્તન લાવશે.”
વિશ્વકક્ષાની ઉચ્ચ કાર્યક્ષમતાવાળી સોલર સેલ ટેક્નોલોજીથી સજ્જ ચીખલી ફેસિલિટી સંશોધન આધારિત નવીનતા, પ્રિસિઝન એન્જિનિયરિંગ અને ટકાઉપણા પર વારીના અવિરત ધ્યાનની ઉપજ છે. ઉત્પાદન ક્ષમતાઓથી આગળ વધતા આ ફેસિલિટી વધુ સ્વચ્છ, વધુ હરિયાળું અને વધુ આત્મ-નિર્ભર ઊર્જા ભવિષ્ય સુનિશ્ચિત કરીને ભારતના વ્યાપક ડિકાર્બોનાઇઝેશન લક્ષ્યાંકો સાથે સંલગ્ન રહે છે.
ટેક્નોલોજીકલ ઉત્કૃષ્ટતાથી આગળ વધતા આ ફેસિલિટી સામાજિક જવાબદારી પ્રત્યે વારીની પ્રતિબદ્ધતા દર્શાવે છે અને 9,500થી વધુ પ્રત્યક્ષ નોકરીઓ તથા 30,000 જેટલી પરોક્ષ રોજગારીની તકો ઊભી કરે છે જે સ્થાનિક આર્થિક વિકાસમાં નોંધપાત્ર પ્રદાન કરે છે. સ્વચ્છ ઊર્જા ક્ષેત્રે વૈવિધ્યસભર અને મજબૂત હાજરી સાથે વારી વૈશ્વિક પુનઃવપરાશી ઊર્જા બજારમાં ભારતની સ્થિતિ મજબૂત બનાવવાનું ચાલુ રાખે છે અને વર્ષ 2030 સુધીમાં 500 ગિગાવોટ પુનઃવપરાશી ઊર્જાના દેશના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકને હાંસલ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.