ચીખલીગર ગેંગના સભ્યોને જેસીબીની મદદથી ઝડપ્યા
સુરત, સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા મળી છે, જેમાં બારડોલી પાસેથી ચિખલીગર ગેંગના સભ્યોને પકડી પાડ્યા છે.
જીવના જાેખમે પોલીસે ગેંગના સભ્યોની ધરપકડ કરી તે ઘટનાનો વીડિયો પણ શેર કર્યો છે. જેમાં દેખાય છે કે ગેંગના એક કાર લઈને ભાગતા સભ્યને પકડવા માટે પોલીસે જેસીબી સહિતના વાહનોની પણ મદદ લઈને ગેંગના સભ્યોને આંતરીને ધરપકડ કરી લીધી હતી.
ગેંગના સભ્યો ખતરનાક હોવાથી પોલીસે તેમનો સામનો કરવા માટે અગાઉથી જ ઘણી તૈયારીએ કરી રાખી હોવાનું વિડીયોમાં સ્પષ્ટ થઈ રહ્યું છે.
ક્રાઈમ બ્રાન્ચે જે ગેંગના સભ્યોની ધરપકડ કરી છે તે ગેંગ ચોરી, લૂંટ જેવા ગુનામાં સંડોવાયેલી હોવાનું બહાર આવી રહ્યું છે, ગેંગના સભ્યોની પૂછપરછ બાદ અન્ય પણ મહત્વની કડીઓ પોલીસ ખોલી શકે છે
અને અગાઉ બનેલા ગુનાઓનો ભેદ પણ ઉકેલાઈ શકે છે.સુરત પોલીસે આ ઘટનાનો વિડીયો પણ બનાવ્યો છે કે જેમાં દેખાય છે
ચિખલીગર ગેંગનો એક સભ્ય વાન લઈને જતો હતો અને તેણે પોતાનું મોઢું ઢાંકેલું હતું. જ્યારે પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો તો તે કાર લઈને ત્યાંથી ભાગવાની કોશિશ કરવા લાગ્યો હતો.
વાહનના કાચ તોડીને ગેંગના સભ્યને રોકવાની કોશિશ થઈ ત્યારે તેણે વાઈપર ચાલુ કરીને કાર ભગાવી મૂકી હતી. જાેકે, અગાઉથી પોલીસે ગુનેગાનો પકડવા માટે પ્લાન બનાવ્યો હતો
જેમાં વાહન લઈને ભાગતા ગેંગના સભ્યોને અટકાવવા માટે જેસીબી પણ રસ્તામાં આડા ગોઠવી દીધા હતા. વાન લઈને ભાગવાની કોશિશ કરતા ગેંગના સભ્યને પોલીસે જેસીબીની મદદથી આંતરી લીધો હતો અને તેની ધરપકડ કરી લીધી હતી.
ગેંગના સભ્યએ બચવા માટે પહેલા પોતાની કાર રિવર્સમાં લીધી અને તે પછી આગળ ભગાવી મૂકી હતી.
ગેંગના સભ્યો ખતરનાક હોવાની માહિતીના આધારે પોલીસની ૧૫ લોકોની ટીમ દ્વારા ઓપરેશનને પાર પાડવામાં આવ્યું હતું. પોલીસે હાથ ધરેલા ઓપરેશનમાં ચાર જેટલા ગેંગના સાગરિતોની ધરપકડ કરવામાં આવી છે.SS3KP