આલીપોર બ્રીજ નજીક કન્ટેનર ટ્રક અને ઈનોવા વચ્ચે અકસ્માતમાં 4નાં મોત
દક્ષિણ ગુજરાતના નવસારીના ચીખલી નજીક આલીપોર બ્રીજ પર એક ઈનોવા કાર અને ટ્રેલર-ટ્રેક વચ્ચે અકસ્માતના થયો છે. બંને વચ્ચે થયેલા અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકોનુ ઘટના સ્થળે જ મોત થયું હતુ. Chikli Navsari aalipor bridge truck innova accident
પોલિસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને અકસ્માતમાં ઘાયલ બે લોકોને સારવાર અર્થે સુરતમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે. જયારે ઘટના સ્થળે જ ચાર લોકોના મોત નિપજયા છે.
અકસ્માત થયેલી કાર ગ્રે કલરની ઈનોવા હોવાની માહિતી મળી રહી છે. ઉપરાંત આ અકસ્માતમાં અન્ય બે લોકો પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ચીખલી નજીક આલીપોર બ્રિજ ઉપર કન્ટેનર ટ્રક અને ઈનોવા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઈનોવા કારમાં સવાર 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજતાં ગામ લોકો દોડી આવ્યા હતા. નવસારી ડીવાયએસપી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે હાજર થઈ ગયો છે તેમજ, ચીખલી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
આ હાઇવે પર અવારનવાર અનેક જીવલેણ અકસ્માતો થતા રહ્યાં છે. ભૂતકાળમાં પણ આમરી ગામના રહીશોએ આ રસ્તા પર ભારે વાહનોની સતત અવર જવરને લઇને અનેક રજૂઆતો કરી હતી.