બાળકની કસ્ટડી આપતા રોકી શકાય નહીં: દિલ્હી હાઈકોર્ટ
નવી દિલ્હી, દિલ્હી હાઈકોર્ટે એક કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે. દિલ્હી હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, ‘વ્યભિચારી જીવનસાથી અસમર્થ માતા-પિતા સમાન નથી અને કોઈ વ્યક્તિનું લગ્નેત્તર સંબંધો તેને બાળકની કસ્ટડીથી વંચિત રાખવાનો નિર્ણય લેવાનો એકમાત્ર આધાર હોઈ શકે નહીં.
હાઈકોર્ટે કહ્યું હતું કે છૂટાછેડાની કાર્યવાહી અને બાળ કસ્ટડીના કેસ એકબીજા સાથે જોડાયેલા હોઈ શકે છે, પરંતુ તેઓ હંમેશા ‘પરસ્પર અસંબંધિત’ હોય છે.
જસ્ટિસ સુરેશ કુમાર કૈત અને જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાની ખંડપીઠે કહ્યું કે જો માતા-પિતામાંથી કોઈ એકના લગ્નેતર સંબંધો હોવાનું સાબિત થાય તો પણ તેને બાળકોની કસ્ટડીથી વંચિત રાખી શકાય નહીં સિવાય કે તે સાબિત કરવા માટે કેટલાક પુરાવા હોય.
બની શકે કે આવા વ્યભિચારી કૃત્યથી બાળકના ભવિષ્ય પર અસર પડી હોય. હાઇકોર્ટ એક પુરુષ અને તેની પત્ની દ્વારા તેમની ૧૨ અને ૧૦ વર્ષની વયની બે સગીર પુત્રીઓની સંયુક્ત કસ્ટડી આપવાના ફેમિલી કોર્ટના આદેશ સામે કરવામાં આવેલી અપીલની સુનાવણી કરી રહી હતી.
મહિલાએ આરોપ લગાવ્યો કે તેનો પતિ બેદરકાર અને બેજવાબદાર છે અને તેને અને તેના બે બાળકોને લગભગ અઢી વર્ષથી છોડીને કોઈ આશ્રમ કે અજાણ્યા સ્થળે ચાલ્યો ગયો હતો. વ્યક્તિએ દાવો કર્યો હતો કે પત્ની દ્વારા બાળકોની કસ્ટડી માટે દાખલ કરવામાં આવેલી અરજી ક્રૂરતા અને વ્યભિચારના આધારે તેણી દ્વારા દાખલ કરવામાં આવેલી છૂટાછેડાની અરજીના જવાબમાં હતી.
મહિલાએ દાવો કર્યો હતો કે બાળકોનું તેની કાકી દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને તેના સાસરિયાના ઘરેથી કાઢી મુકવામાં આવી હતી. તેણીએ આક્ષેપ કર્યો હતો કે તેણીને તેની પુત્રીઓ સાથે વાત કરવાની પણ મંજૂરી આપવામાં આવી ન હતી, જેના કારણે તેણીએ બાળકોની કસ્ટડી મેળવવા માટે અરજી દાખલ કરી હતી.
પતિએ આરોપ લગાવ્યો કે તેની પત્ની બેજવાબદાર છે કારણ કે તે બાળકોની સંભાળ રાખતી નથી અને તેનો મોટાભાગનો સમય ગેરકાયદેસર બાબતોમાં વિતાવે છે. તેણે દલીલ કરી હતી કે તેની પત્ની વ્યભિચારમાં સંડોવાયેલી હતી, જેના કારણે તેણે બાળકોની સંભાળ રાખી ન હતી.SS1MS