Western Times News

Gujarati News

આ ગામમાં બાળસ્વરૂપ શંકર ભગવાને આમલીના ઝાડ નીચે રમ્યા હતા

આમલી નીચે સ્વયંભુ શિવલીંગ જાેયુ અને તે સ્વયંભુ શિવલિંગ આમલેશ્વર નામ પડ્યું ત્યારથી ગામનું નામ આમલેશ્વર પડ્યું

(પ્રતિનિધિ) ભરૂચ, શ્રી નર્મદા પુરાણના રેવાખંડમાં ઉલ્લેખ જાેવા મળે છે કે ભરૂચની નજીક આવેલ અમલેશ્વર ગામે ભગવાન શિવે બાળસ્વરૂપ લઈ બાળસખાઓ સાથે આમલીના ઝાડ નીચે બાળક્રીડા કરી હતી અને અમલેશ્વરમાં ભગવાન શિવનું સ્વયંભુ શિવલિંગ પ્રગટ થયું છે. મહાશિવરાત્રી પર્વમાં શિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.

ભરૂચ તાલુકાનું અમલેશ્વર ગામ ભરૂચ શહે૨થી ૨૨ કી.મી અને ભરૂચથી દહેજ હાઈવે ઉપર આવેલ ગામથી સાડા ત્રણ કી.મી અને ભાડભૂતથી સાત કી.મી. દુર આવેલ છે.ઐતિહાસીક ધાર્મિક પુસ્તકો આમલેશ્વર ગામનો ઉલ્લેખ છે.શ્રી નર્મદા પુરાણના રેવાખંડમાં,શ્રી નર્મદા પ્રદક્ષિણામાં આમલેશ્વર તીર્થનું ધાર્મિક અને પૌરાણિક માહત્મય વર્ણન કરવામાં આવ્યું છે.

ગામના બાળકો આ દેવસ્થાન નજીક આવેલ વિશાળ આમલી અને પીપળાના વૃક્ષ નજીક આમલી પીપળી રમત રમતા હતા તે સમયે સ્વયંમ ભગવાન શંકરને બાળસ્વરૂપમાં રમવાની ઈચ્છા થઈ, અને ભગવાન શંકરે બાળસ્વરૂપ ધારણ કરી બાળકસખા સાથે બાળક્રીડા કરવા લાગ્યા પોતે આમલીના વૃક્ષ ઉપર ચઢી આમલી તોડી તોડીને ચારે દિશામાં ફેકવા લાગ્યા અને બાળકોને કહ્યુ કે

આમલા વણીલો બાળકો ચારે દિશા માંથી આમલી ફળ વીણીને વૃક્ષ નીચે એકત્ર થયા તો ત્યાં આમલી નીચે સ્વયંભુ શિવલીંગ જાેયુ અને તે સ્વયંભુ શિવલિંગ આમલેશ્વર નામ પડ્યું ત્યારથી ગામનું નામ આમલેશ્વર પડ્યું,આ ઐતિહાસીક ઘટનાને અમરત્વ પ્રદાન કરવા સાથે રમતા બાળકોની સ્મૃતિ જળવાઈ રહે

તે માટે વલકેશ્વર,દંડેશ્વર,કંથેશ્વર શુંગેશ્વર નામના ચાર મહાદેવની સ્થાપના ક૨વામાં આવેલ છે.જેના દર્શન માત્રથી બધા પાપોથી મુક્ત થાય છે.આમલેશ્વર મહાદેવના નામ ઉપરથી અમલેશ્વર ગામનું નામ પડેલ છે,આ પવિત્ર ધામમાં પીપળો પણ આવેલ જેનું પણ વિશેષ મહત્વ છે આજે પણ આ ઐતિહાસિક ઘટનાના મુકસાક્ષી તરીકે આમલીનું વૃક્ષ મોજુદ છે,દર વર્ષે પરંપરાગત વિવિધ તહેવારો ઉજવવા માં આવે છે.

અમલેશ્વર ગામના વતની એવા મહેશભાઈ શુક્લાએ જણાવ્યું હતું કે પવિત્ર શ્રાવનમાસ,શિવરાત્રી સહિતના વિવિધ તહેવારો ઉજવવામાં આવે છે. પવિત્ર શ્રાવણ મહિનામાં પુરો મહિનો બ્રાહ્મણ દ્વારા શાસ્ત્રોક્ત વિધિસર પાર્થેશ્વર શિવલિંગ બનાવી રોજ પૂજા કરવામાં આવે છે,શંકર ભગવાનની વિશેષ શૃંગાર, પૂજા ,અર્ચના કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.