ઋત્વિક રોશનના ફેન મીટમાં બાળકો અને યુવાનો સાથે બદસલૂકી

મુંબઈ, અભિનેતા ઋત્વિક રોશન આ દિવસોમાં અમેરિકાના પ્રવાસ પર છે. ટેક્સાસના ડલ્લાસમાં એક ચાહક મુલાકાત અને શુભેચ્છા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અભિનેતાએ હાજરી આપી હતી. જોકે, અહીં આવેલા ચાહકોનો અનુભવ સારો નહોતો.
તેમણે આયોજકો પર નબળા સંચાલનનો આરોપ લગાવ્યો. ઘણા ચાહકોએ સોશિયલ મીડિયા અને અભિનેતાના ઇન્સ્ટાગ્રામ પર આ ઘટના વિશે ફરિયાદ કરી.ડલ્લાસ ફેન મીટમાં ૧.૨ લાખ રૂપિયાની ટિકિટ ખરીદવા છતાં ઋતિક રોશનના ચાહકો સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો અને સ્ટેજ પરથી ધક્કો મારીને બહાર કાઢવામાં આવ્યા! જેના પગલે ખૂબ જ હોબાળો થયો.ઋતિક રોશનની ફેન મીટ અભિનેત્રી સોફી ચૌધરીએ હોસ્ટ કરી હતી.
અભિનેતાએ અહીં ચાહકો માટે થોડો ડાન્સ પણ કર્યાે. જોકે, લોકોને કંઈક બીજું જ અપેક્ષા હતી. એક ચાહકે દાવો કર્યાે કે તેણે અભિનેતાને મળવા માટે ૧.૨ લાખ રૂપિયા ખર્ચ્યા. હવે, આ વાત ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ છે કારણ કે અભિનેતાએ તેની સાથે ફોટો પાડવાનો ઇનકાર કર્યાે હતો.
લાખોની ટિકિટ ખરીદી પણ ઋત્વિક સાથે ફોટો ન મળ્યો“ઋત્વિક રોશનને મળવા માટે ૧૫૦૦ ડોલર અને સામાન્ય પ્રવેશ ફી ચૂકવી અને ફોટો પણ ન મળ્યો,” ચાહકે પોસ્ટમાં લખ્યું. તેણે મીટ એન્ડ ગ્રીટમાં અડધા લોકો સાથે ફોટો પાડવાની ના પાડી.
અમે આટલા પૈસા ખર્ચ્યા છતાં અમને પાછા મોકલી દેવામાં આવ્યા. શું એટલા માટે આપણે ૨ કલાક લાઈનમાં રાહ જોઈ?તે જ સમયે, બીજા એક ચાહકે લખ્યું કે કેટલાક બાળકો ઋત્વિક રોશન સાથે સ્ટેજ પર પરફોર્મ કરવા માટે ઉત્સાહિત હતા પરંતુ તેમને દૂર ધકેલી દેવામાં આવ્યા. જણાવી દઈએ કે અમેરિકન પ્રવાસ દરમિયાન ઋતિક રોશન એટલાન્ટા, હ્યુસ્ટન, ન્યુ જર્સી અને શિકાગો જેવા ઘણા શહેરોની મુલાકાત લેશે.SS1MS