ભરૂચમાં તંત્રના પાપે શાળાએ જતાં બાળકોને ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર
શાળા સંચાલકોની બેદરકારી સામે પણ અનેક સવાલોઃ માત્ર રજૂઆત અને આવેદન આપી સંતોષ માનતું વિપક્ષ
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ શહેરમાં જ ૩ શાળાના વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહીશોએ ગટરના ગંદા પાણી માંથી પસાર થવાની પરિસ્થિતિ સર્જાઈ રહી છે.જેમાં ભરૂચ રેલ્વે સ્ટેશન રોડ ઉપર રોટરી કલબની બાજુ માંથી પસાર થતો રસ્તો હાલ ગટરના ગંદા પાણીના ભરાવાથી છલકાઈ ગયો છે.અહીં ત્રણ શાળા,એક હોસ્પિટલ અને હાજરો સ્થાનિક લોકોની અવરજવર રહે છે.
વાહન ઉપર પસાર થતા લોકોને તો ગટરના ગંદા પાણી માંથી પસાર થવામાં વધુ યાતના ભોગવવી પડતી નથી.પણ રાહદારીઓ અને ખાસ કરી શાળાના ભૂલકાઓને અવરજવર માટે રસ્તા ઉપર ભરાયેલા ગંદા પાણી માંથી પસાર થવાનો વારો આવી રહ્યો છે.
શાળાના બાળકો જાેખમ વચ્ચે ગંદકી માંથી પસાર થવા મજબૂર હોવાનો એક વિડીયો સામે આવ્યો છે.જાેકે આ ખદબદતી ગંદકી અને પાણીના નિકાલમાં પાલિકા તંત્ર હજી નિદ્રાધીન હોય તેમ લાગી રહ્યું છે.
અહીં દિવ્યાંગ બાળકોની કલરવ સ્કૂલ, રૂંગટા વિદ્યાલય અને સચ્ચિદાનંદ સ્કૂલ આવેલી છે.જેના હજારો વિદ્યાર્થીઓ,શાળાનો સ્ટાફ,હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને સ્થાનિકોએ આ રસ્તા ઉપર ભરાયેલા ગંદા પાણીથી માંડ માંડ બચી બંન્ને તરફની દિવાલોની કિનારીએથી રસ્તો શોધી પસાર થવાની સ્થિતિ જન્મી છે.
ત્યારે પાલિકા વહેલી તકે આ બાળકોના હિતમાં માર્ગ ઉપર ભરાયેલા ગંદા પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરી રસ્તો અવરજવર માટે ખુલ્લો કરે તે જરૂરી બન્યું છે.
ભરૂચ શહેરમાં જ આવી સ્થિતિ છે ત્યારે ચોમાસાની મૌસમમાં સર્જાતી સ્થિતિનો તાગ મેળવવો જ મુશ્કેલ છે.શહેરમાં જ માર્ગ ઉપર ભરાતા પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા કોઈ કામગીરી નહીં કરાતા સ્થનિકોમાં રોષ જાેવા મળી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આ વિસ્તાર પાલિકાના પૂર્વ પ્રમુખ સુરભીબેન તમાકુવાલાનો હોય અને તેઓ આ માર્ગ ઉપર થી પણ પસાર થતા હોય ત્યારે આ માર્ગ પર ભરાતા ગટરના પાણી શું તેમને નહિ દેખાતા હોય જેવા અનેક સવાલો જાેર પકડ્યું છે તો બીજી તરફ વિપક્ષ પણ પોતાને જીવત રાખવા માટે માત્ર રજૂઆત અને આવેદન જ આપતું આવ્યું છે.
ત્યારે વિપક્ષે પણ પ્રજહિતના પ્રશ્નોને લઈને ઉગ્ર દેખાવો કરી સત્તાપક્ષ ને જગાડી સમસ્યાનું નિરાકરણ વહેલી તકે આવે તેવા પ્રયાસો કરવાની જરૂર છે.