શ્રી જ્યોતિ વિદ્યાલય પ્રાથમિક વિભાગના બાળકો ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની મુલાકાતે

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવતી કામગીરી થી બાળકોને વાકેફ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક વડા ધીરુભાઈ, ધવલભાઇ દુષ્યંતસિંહ અને આરતી મેડમ દ્વારા મુલાકાત ગોઠવાઈ.
જેમાં ગુનાખોરોને કડકમાં કડક સજા આપવી,ટ્રાફિક ના નિયમોનું પાલન કરવું તેમજ વિવિધ ક્રાઈમ ને લગતા ગુનાઓ વિશે સંપૂર્ણ જ્ઞાન તથા બંદૂક અને હથિયારો ની સમજ બાળકોને આપવામાં આવી હતી. પીએસઆઇ શ્રી દેસાઈ સાહેબ અને એએસઆઈ વિષ્ણુભાઈ નો આચાર્યશ્રી સુરેશભાઈ પટેલે આભાર માન્યો હતો.