સંતાનોને ઓનલાઈન ખરીદીનું વળગણ છોડાવવું જાેઈએ
બિનજરૂરી ચીજાેથી ઘર ભરાવા ન લાગે એનું ધ્યાન વડીલોએ રાખવું. તેઓ, વિચારીને ખરીદશે તો બાળકો પણ શીખશે. જેટલું ઓછી ચીજાેથી ચલાવશે એટલી એમની જિંદગી સરળ રહેશે
અરે મમ્મી, એક ટોપ જ તો લીધું છે. ખાલી પાંચસો રૂપિયાનું છે. એમાં કઇ મોટી ખરીદી કરી નાંખી કે આટલો કકળાટ કરે છે.
આર્યા, એક તો આ તારી ઓનલાઈન ખરીદીની આદત મને જરાય ગમતી નથી. તદ્દન નાંખી દેવા જેવા ટોપના પાંચસો..આ ટોપ દુકાનમાં અઢીસોમાં મળે છે અને પછી અત્યારે તારે જરૂર પણ નહોતી.
આપમે હમણાં ગયા અઠવાડિયે જ તારાં કપડાં નહોતાં લીધાં ? અને ત્યારે જ આપણે નક્કી કરેલું ને કે હવે પછી તારી વર્ષગાંઠ પર જ નવાં કપડાં લઈશું તો પછી ત્યાં ઓનલાઈન ઓર્ડર કરવાની શું જરૂર હતી ? બેટા, આ પૈસાનો બગાડ છે, અને એ આપણા જેવા મધ્યમવર્ગીય કુટુંબને પોસાય એમ નથી.
શું ન પોસાય મમ્મા ? તું અને પપ્પા બંને નોકરી કરો છો અને ઘરમાં ખર્ચાે કરવા માટે બસ એક હું જ છું. તો પછી ન પોસાવાની વાત ક્યા આવી ? મારા બધા ફ્રેન્ડ્સનાં તો ભાઈ-બહેન છે છતાં બધા જ કેટલો ખર્ચાે કરે છે ? તું આમ કંજૂસવેડા ન કર. હું પપ્પાને કહી દઈશ. એ પૈસા આપી દેશે.
આર્યા અને આશાબહેન વચ્ચે આ મહિનામાં બીજી વખત આવો સંવાદ થયો. જ્યારથી આર્યાને ઓનલાઈન ખરીદીનો ચસકો લાગ્યો હતો ત્યારથી આશાબહેન પરેશાન થઇ ગયા હતા. દર બે ત્રણ દિવસે એ નાની મોટી ખરીદી કરી દેતી અને આશાબહેન પૂછે તો આવો જ ઉડાઉ જવાબ આપતી કે આટલી નાની રકમ જ તો ખર્ચી છે. એમાં શું થયું ?
આ વખતે તો આશાબહેને નક્કી જ કર્યું હતું કે આર્યાની આ આદત માટે અત્યારે જ વિચારવું પડશે નહીં તો એ એક વ્યસન બની જશે. એમણે આર્યાને કહ્યું કે આપણે છેલ્લા બે મહિનાની ખરીદીનું ટોટલ કરી જાેઈએ અને આર્યાના આશ્ચર્ય વચ્ચે એ સરવાળો પાંચ હજાર પર પહોંચી ગયો.
આશાબહેને આર્યાને સમજાવતાં કહ્યું, જાે બેટા, સામાન્ય ઘરમાં આટલા રૂપિયાનું એક મહિનાનું રાશન આવી જાય. અને આમાંથી કેટલુંક તો તારે કામનું પણ નથી. એકબે કપડાં તો બદલાવવાનાં રહી ગયાં એ માથે જ પડ્યા છેને?
આર્યા સમજતી હતી તેમ છતાં એણે દલીલ કરી કરવાનું ચાલુ રાખ્યું, કોઈક વાર થાય એવું, પણ હું હવે શીખી ગઈ છું. હવે પરફેક્ટ જ મંગાવુ છું.
બેટા, વાત પરફેક્ટ કે ખોટી પસંદગીની છે જ નહીં. મહત્ત્વની વાત એ છે કે તારે આટલાં કપડાંની કે આટલી ચીજાેની તાત્કાલિક જરૂર છે ખરી ? અરે મમ્મા, ડિસ્કાઉન્ટ તો જાે ! બ્રાન્ડેડ ચીજ અડધા ભાવે મળે છે. શા માટે અડધા ભાવે મળે છે ? કારણ કે એ જૂની થઈ ગઈ છે.
ક્યાં તો એની એક્સપાયરી ડેટ નજીક છે અથવા તો પેશન જુની થઈ જવામાં જ છે કાં તો એમાં કલર કે ચોઈસનો કોઈ ઓપ્શન નથી. બીજું, આજકાલ તો દરેક ચીજ આખું વરસ ડિસ્કાઉન્ટમાં મળતી હોય છે. એ એમનું માર્કેટિંગ છે. તો શું તું સતત ખરીદતી રહેશે ? એમ તો આવકનો મોટો હિસ્સો આવી ચીજાે ખરીદવામાં ખર્ચાઈ જાય. આપણે એક કામ કરીએ. હું તને દર મહિને પાંચસો રૂપિયા આપીશ. તું ખરીદે કે બચાવે એ તારે નક્કી કરવાનું.
આનાથી વધારે પોકેટમની હું નહીં આપું. તારે જે વસ્તુઓ મંગાવવી હોય એ એમાંથી મંગાવજે, હું તને નહીં ટોકું. આશાબહેનનો વિશ્વાસ સાચો ઠર્યાે, એકબે મહિનામાં જ આર્યાને પોતાની ભૂલ સમજાઈ ગઈ. આર્યા બચત કરતાં શીખી ગઈ. આજકાલ બાળકો જ નહીં.
માબાપ પણ ઓનલાઈન શોપિંગમાં ડિસ્કાઉન્ટના નામે ખોટી અને બિનજરૂરી ચીજાે પાછળ રૂપિયા ખર્ચે છે. તેમને આ રીતે ખરીદી કરતાં જાેઈને સંતાનો પણ ઓનલાઈન શોપિંગ કરવા પ્રેરાય છે. અને પછી ન ખરીદવાનું ખરીદવા લાગે છે. આવા કિસ્સામાં બાળકોને અટકાવવા માબાપે પોતે ઓનલાઈન શોપિંગ કરવાનું બંધ કરવું જાેઈએ.
ખરેખર તો દર મહિને પરિવારના સભ્યોએ ભેગા થઇ જરૂરી ચીજાેનું લિસ્ટ બનાવવું જાેઈએ અને બજારમાં એની કિંમત જાણીને ઓનલાઈન ખરીદી માટે ગુણવત્તા અને વાજબીપણું તપાસીને ખરીદી કરવી જાેઈએ અને ખાસ ધ્યાન એ રાખવું કે ખોટી, બિનજરૂરી ચીજાેથી ઘર ભરાવા ન લાગે. વડીલો જેટલા વ્યવસ્થિત હશે.
જેટલું વિચારીને ખરીદશે એટલું જ બાળકો પણ શીખશે. અને જેટલું ઓછું ખરીદી ઓછી ચીજાેથી ચલાવી લેતા શીખશે એટલી એમની જિંદગી સરળ રહેશે. કેટલીક વાર બાળકોની એવા મિત્રો જાેડે સંગત થાય છે કે જે એમને આવી ખરીદી માટે પ્રોત્સાહિત કરે છે. એટલે બાળકોની દોસ્ કોની સાથે છે એનું ધ્યાન રાખવું અને કોઈ દોસ્ત મફતમાં કશી ભેટ આપતા નથી એનું પણ ધ્યાન રાખવું જેથી ભવિષ્યમાં બાળકને કોઈ ચીજ ખરીદવાની આદત ન થઈ જાય.