રામાયણ પર સ્પર્ધાત્મક પરીક્ષામાં 70% થી વધુ માર્ક લાવનાર બાળકોને નિશુલ્ક ચારધામ યાત્રા કરાવાશે
વલસાડ જિલ્લામાં ૭ હજાર વિદ્યાર્થીઓએ રામાયણ અંગે પરીક્ષા આપી
(તસ્વીરઃ અશોક જોષી) દેશમાં અયોધ્યામાં પ્રભુ શ્રીરામના મંદિરનીયોજાયેલ પ્રાણ પ્રતિષ્ઠા બાદ દેશભરમાં શ્રી પ્રભુરામ માટે આસ્થાની લહેર આપી રહી છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ રોજ અયોધ્યામાં રામલલાના દર્શન માટે ઉમટી રહ્યા છે . ત્યારે હવે દેશના બાળકો અને યુવાનોમાં શ્રીરામ ભગવાન એને રામાયણથી પરિચિત આ માટે નવતર પ્રયાસ હાથ ધરાવે છે તે અનુસાર વલસાડમાં દેશભરમાં પ્રથમવાર રામાયણ બાલકાંડ ની પરીક્ષા લેવામાં આવી રહી છે.
જિલ્લામાં પ્રથમ વખત રામ ચરિત્ર માનસ પરિવારના કેવલ રામદાસ મહારાજ ઉજ્જૈન દ્વારા રામાયણમાંથી સંસ્કારોનું સિંચન કરવા માટે ધોરણ ચાર થી નવ ના વિદ્યાર્થીઓ માટે સ્માર્ટ સ્પર્ધાત્મક પરીક્ષા માટે વલસાડ જિલ્લામાં માયણ પરીક્ષાનું જિલ્લાની ૫૦ જેટલી શાળાઓમાંથી પ્રશંસનીય આયોજન કરાયું હતું. જેમાં ૭૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. જેમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં ૭૦% થી વધુ માર્ક લાવનાર વિદ્યાર્થીને રામ ચરિત્ર માનસ પરિવાર દ્વારા વિજેતા બાળકોને ચાર ધામની યાત્રા નિશુલ્ક કરાવવામાં આવશે.
મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ અંગે રામાયણમાં આપેલા સંસ્કારોમાંથી વિદ્યાર્થીઓને સંસ્કારોનું સિંચન થાય એવા શુભ હેતુથી વલસાડ જિલ્લામાં પ્રથમ વખત રામચરિત્ર માનસ પરિવાર દ્વારા રામાયણના બાળપણના બાલકાંડ વિષય ઉપર સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં વિશેષ બાબત એ રહી હતી કે પરીક્ષામાં ૭૦% થી વધુ માર્ક લાવનાર બાળકોને નિશુલ્ક ચારધામ યાત્રા કરાવાશે.
અને વલસાડ જિલ્લાના બાળકોએ પણ ઉત્સાહપૂર્વક પરીક્ષા આપી હતી પ્રથમ પ્રયાસમાં બાલકાંડ પર પ્રશ્નો અને પેપર હતું બીજા પ્રયાસમાં રામાયણ ઉપર પરીક્ષા લેવામાં આવશે. બીજી મહત્વની બાબત એ રહી કે ભારતમાં રામાયણ ઉપર પરીક્ષાનો સર્વ પ્રથમ પ્રયાસ વલસાડથી થયો તે પણવલસાડ જિલ્લા માટે ગૌરવ લેવા જેવી બાબત ગણી શકાય.