સેલવાસની લાયન્સ ઇગ્લિશ સ્કૂલમાં બાળ દિનની ઉજવણી કરાઇ

(પ્રતિનિધિ)સેલવાસ, લાયન્સ ઇંગ્લિશ સ્કૂલમાં ચિલ્ડ્રન્સ ડેની આકર્ષક રીતે ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. બાળદિન નિમિત્તે નાના બાળકો, શાળાના શિક્ષકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ઉપસ્થિત સૌનું મનોરંજન કર્યું હતું.આ દરમિયાન ઉપસ્થિત મહેમાનોએ તમામ બાળકોને બાળ દિવસની શુભેચ્છા પાઠવી હતી.
આ દરમિયાન લાયન્સ ક્લબ ઓફ સિલ્વાસા ચેરીટેબલ ટ્રસ્ટના વાઇસ ચેરમેન એ.ડી. નિકમ, સેક્રેટરી એ. નારાયણન, ટ્રેઝરર વિશ્વેશ દવે અને જાેઈન્ટ સેક્રેટરી જયેન્દ્રસિંહ રાઠોડ, લાયન્સ ઇંગ્લિશના પ્રિન્સિપાલ એન. શ્રીધર, વાઈસ પ્રિન્સિપાલ નિરાલી પારીક, શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્ડ સાયન્સના ઈન્ચાર્જ પ્રિન્સિપાલ સીમા પિલ્લાઈ સહિત અન્ય મહાનુભાવો અને શાળાના શિક્ષકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. બાળ દિને શાળાના તમામ વિદ્યાર્થીઓને ભેટ પણ આપવામાં આવી હતી.