Western Times News

Gujarati News

બેદરકારીના કારણે બાળકોના જીવ ગયા તે સાંખી નહીં લેવાય : હાઈકોર્ટ

અમદાવાદ, વડોદરાના ગુરુવારે હરણી તળાવમાં ૨૭ લોકોને લઈને જતી એક હોડી પલટી મારી ગઈ હતી. આ ઘટનામાં મૃત્યુઆંક વધીને ૧૭ થઈ ગયો છે જેમાં ૧૫ બાળકો અને બે શિક્ષકોનો સમાવેશ થાય છે. આ મામલો હવે ગુજરાતા હોઈકોર્ટ સુધી પહોંચ્યો છે. હાઈકોર્ટમાં સુઓમોટો દાખલ કરવાની રજૂઆતનો સ્વીકાર કરવામાં આવ્યો છે. હાઈકોર્ટે ઝાટકણી કાઢતા કહ્યું કે,’ બેદરકારીના કારણે નિર્દોષ બાળકોના જીવ ગયા તે સાંખી નહીં લેવાય.’

હાઇકોર્ટના એડવોકેટ એસોસિયેશનના પ્રમુખે હાઈકોર્ટમાં રજૂઆત કરતા કહ્યું હતું કે, થોકબંધ લાઈફ જેકેટ હોવા છતા વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા ન હતા. શાળા સંચાલકોએ કોન્ટ્રાક્ટર પર આરોપ લગાવ્યો હતો કે લાઈફ જેકેટની માંગણી કરી હોવા છતાં અપાયા ન હતા. તો બીજી તરફ એ પણ શાળાને આ બેદરકારી માટે જવાબદાર ઠેરવતા કહ્યું કે ‘પ્રવાસને લઈને કોઈ પરવાનગી લેવામાં આવી નહોતી. લાઈફ જેકેટ વગર બાળકોને હોડીમાં બેસાડવાની જરૂર ન હતી.’

વડોદરા હોડી દુર્ઘટનાને લઈને પોલીસ કમિશનર દ્વારા એસઆટીની રચના કરવામાં આવી છે. ઘટનાની તપાસ થાય તે માટે ઉચ્ચ અધિકારીઓની સાત સભ્યોની ટીમ બનાવવામાં આવી છે. જાેઈન્ટ સીપીમનોજ નિનામા સિટના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

આ દુર્ઘટના મામલે ૧૦ દિવસમાં જિલ્લા મેજિસ્ટ્રેટને રિપોર્ટ સોંપવામાં આવશે. વડોદરામાં બનેલી આ દુર્ઘટના માટે જવાબદાર એવા ૧૮ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બોટ ચલાવનાર નયન ગોહિલ અને બોર્ટના ગાર્ડ અંકિત પરમારની ધરપકડ કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટરના ત્રણ ભીગીદારોની પણ ધરપકડ કરવામાં આવશે. જાેકે, કોન્ટ્રાક્ટર પરેશ શાહ હાલ ફરાર છે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.