ચિલોડા મોટા સર્કલની આસપાસના માર્ગો પર ટ્રાફિક જામની સમસ્યાથી લોકોને હાલાકી

File Photo
ગાંધીનગર, ગાંધીનગર તાલુકાના પ્રવેશ દ્વારા સમા ચિલોડા જંકશન મથક વાણિજય અને વાહન વ્ય્વહાર માટેનું મુખ્ય આકર્ષણનો કેન્દ્ર ગણાય છે ગાંધીનગર- અમદાવાદ દહેગામ- હિંમતનગર તેમજ અન્ય સ્થળોએ જવા માટે ખૂબજ મહત્વનું સ્થળ ગણાય છે.
ચિલોડા સર્કલના સમય દરમિયાન સવારે ૯.૦૦ થી ૧ર અને સાંજે પ થી ૭ સુધીના સમયમાં અસંખ્ય વાહન વ્યવહાર અનેનાગરિકોની હેરાફેરીના કારણે ટ્રાફિકજામના કારણે લોકોની મુશ્કેલીમાં વધાર થયો છે.
ચિલોડા સર્કલની જોડતા આજુબાજુ જાહેર માર્ગોની નજીક આડેધડ ગેરકાયદેસર દબાણો અને પા‹કગ હોવા છતાં અસંખ્ય વાહનો જાહેર રસ્તા ઉપર પા‹કગ કરતા હોય છે અને અંદરના બજારમાં ખરીદી કરવા જતા હોય છે પરિણામે વાહનચાલકોને અને રાહદારીઓને પસાર થવું બહુ મુશ્કેલ બને છે અને સર્વિસ રોડ ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય છે લોકોને ભારે હાલાકી સહન કરવાનો વાર આવે છે.
ચિલોડા એસટી કંટ્રોલ સર્વિસ્ રોડની નજીક હોવાથી એસટી બસ ઉભી રહેતા ત્યાંથી વાહન ચાલુ લોકોને પસાર થવું બહુ મુશ્કેલ પડે છે અને વાહનોની લાંબી લાઈનો લાગે છે. આમ હિંમતનગરથી ચિલોડા અને ચિલોડાથી દહેગામ જતાં જાહેર માર્ગો ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળે છે અને લોકોનો સમય વેડફાય છે.