ચીલોડા-નરોડા હાઇવે પર લૂંટ ચલાવતી ગેંગ ઝડપાઈ
અમદાવાદ, નરોડા હાઇવે રોડ ઉપર એક પછી એક લૂંટના ગુનાની વારદાતો પ્રકાશમાં આવતાં ડભોડા પોલીસે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી હતી. જેમાં દિવાળી પહેલા થયેલી લૂંટ સંદર્ભે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ ગેંગ નરોડા વિસ્તાર તરફની હોવાનું સામે આવ્યું હતું.
જેમાં લૂંટના ગુનાને અંજામ આપ્યા પછી આરોપીઓ ડભોડા થઈ નરોડા તરફ જતાં શંકાસ્પદ હાલતમાં સીસીટીવીમાં કેદ થયા હતા. જેનાં પગલે પોલીસની એક ટીમને અમદાવાદ નરોડા વિસ્તારમા એક્ટિવ કરવામાં આવી હતી. એવામાં રણાસણ સર્કલ નજીક બે સગીર વયના પિતરાઈ ભાઈઓને લુંટી લેવાના ઈરાદે જીવલેણ હૂમલો થયો હતો.
જેનાં બીજા દિવસે ચીલોડા નરોડા રોડ પર પણ આઈસર ગાડીના ચાલકને એક્ટિવા અને બાઇક પર આવેલા છ લૂંટારૃઓએ લુંટી લીધો હતો.