ચીને લદ્દાખના હોટ સ્પ્રિંગ વિસ્તાર નજીક ત્રણ સેલફોન ટાવર લગાવ્યા
(એજન્સી)નવી દિલ્હી, એક તરફ જ્યાં વિશ્વ યુક્રેન યુદ્ધથી પરેશાન છે, ત્યારે ચીન આ તમામ બાબતોને નકારીને ભારતીય સરહદ પાસે પોતાનું નાપાક ષડયંત્ર રચવામાં વ્યસ્ત છે. લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે લગભગ બે વર્ષથી તણાવ ચાલી રહ્યો છે. China has set up 3 mobile towers close to LAC in Ladakh claims local councilor.
વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર બંને દેશોની સેના સામસામે છે. દરમિયાન, એવા અહેવાલો છે કે ચીને લદ્દાખના હોટ સ્પ્રિંગ વિસ્તાર નજીક ત્રણ સેલફોન ટાવર લગાવ્યા છે. એવું માનવામાં આવે છે કે ચીન આ વિસ્તારમાં પોતાની સૈન્ય પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ચીનની આ કાર્યવાહીની જાણકારી પશુપાલકો દ્વારા આપવામાં આવી છે જેઓ તેમના પશુઓને ચરાવીને પરત લાવી રહ્યા હતા. લદ્દાખ ઓટોનોમસ હિલ કાઉન્સિલમાં ચુસુલ બોર્ડરનું પ્રતિનિધિત્વ કરતા નો ચોક સ્તાનજિને કહ્યું કે આટલા દૂરના વિસ્તારમાં ચીનના મોબાઈલ ટાવરની સ્થાપના ભારતના સરહદી વિસ્તારોના ગામડાઓમાં નબળા કોમ્યુનિકેશન તરફ ઇશારો કરે છે.
તેઓ (ચીન) આવા દૂરના વિસ્તારમાં 4g ટાવર સ્થાપિત કરી રહ્યા છે. જેનાથી હવે તેમના પશુપાલકો સતત સંપર્કમાં રહેશે. જ્યારે આપણા પશુપાલકો એકવાર તેમના પ્રાણીઓ સાથે ચરાવવા માટે નીકળી ગયા પછી, તેમનો સંપર્ક કરવો મુશ્કેલ છે. જાે કે બોર્ડર પર એવા બે ગામ છે જ્યાં 2g સર્વિસ છે પણ નબળા સિગ્નલની સમસ્યા પણ છે. તેમણે ચીનના ટાવરની કેટલીક તસવીરો પણ ટ્વીટ કરી છે, જે ભરવાડો દ્વારા લેવામાં આવી હતી. જાે કે અમે આની પુષ્ટિ કરી શકતા નથી.
મારસિમિક ખીણ (લદ્દાખ પાસ) દ્વારા ફોબ્રાંગ ગામથી ૨૨ કિમી દૂર પૂર્વ લેહ તરફ ૫-૬ કલાકની ડ્રાઇવ પછી હોટ સ્પ્રિંગ પહોંચાય છે. ફોબ્રાંગ ગામથી ચાંગથાંગની ખીણ અને ચુમારની પૂર્વ તરફના પશ્ચિમ વિસ્તારમાં ટેલિકોમ કનેક્શન નબળા છે.
ફોબ્રાંગ અને પેંગોંગ મેન-મેરકને અડીને આવેલા અન્ય બે ગામોમાં મર્યાદિત ૨જીસેવા ઓફર થાય છે. તાજેતરમાં ચુશુલ અને ડેમચોકમાં ૪જીસેવા શરૂ થઈ છે. જાેકે, ફજીછ્ આધારિત સેવાને કારણે અહીં ધીમી સેવાની સમસ્યા છે. દરમિયાન, ચીનની મોબાઇલ સર્વિસ એરવેવ્સ આઈટીબીપીની હેમા પોસ્ટથી તગ્યારમેલ વિસ્તાર સુધી સરળતાથી સુલભ છે.