ચીને કોરોના દર્દીઓને ‘કેદ’ કર્યા બારીમાંથી ભોજન અને દવા આપે છે!!

(એજન્સી) બૈજીંગ, ફરી એકવાર ચીનમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. હાલ ચીનમાં કોરોનાને કારણેેે લોકોની હાલત બદથી બદતર થઈ ગઈ છે. ચીનમાં લોકોને એક પ્રકારની જેલમાં કેદ કરીને રાખવામાં આવે છે. દર્દીઓનેેે જાણે કે કેદી હોય એવી રીતે રાખવામાં આવે છે.
ત્યારે ચીનનો એક વિડીયો સામે આવતા દુનિયાભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ચીનમાં કોરોનાના કેેસો ફરી વધી રહ્યા છે. આ દરમ્યાન બિઝનેસ ટાયફૂન હર્ષ ગોયેન્કાએ એક વિડીયો શેર કર્યો છે. આમાં જાેવા મળે છે કે ચીનના આઈસોલેશન સેન્ટરમાં દર્દીઓની હાલત કેદીઓ જેવી છે.
ગોયેન્કાએ શેર કરેલા વિડીયોમાં જલના કેટલાંક બેરેક જેવા રૂમ જાેવા મળે છે. આ સફેદ રંગના બોક્ષમાં નાની બારીઓ ખુલ્લી હોય છે. અને પીપીઈ કીટ પહેરેલી વ્યક્તિ બારીમાંથી દવા અને ભોજન દર્દીઓને આપે છે. ગોયેન્કાએ આ સાથે કેપ્શન લખ્યુ હતુ કે ‘જાે તમે વિચારી રહ્યા છો કે આ જેલ છે તો તમે ખોટા છો. આ જેલ નથી. પરંતુ ચીનનુૃ કોવિડ આઈસોલેશન સેેન્ટર છે. જાે કે આ વિડીયો ચીનના કયા શહેર-પ્રાંતનો છે એ હજુ સુધી જાણી શકાયુ નથી.
ઘણી ગર્ભવતી મહિલાઓ અને કોરોના સંક્રમિત બાળકો પણ આ આઈસોલેશન સેન્ટર્સમાં બંધ છે. સંક્રમિત લોકોને આવી રીતે જાેઈનેે લોકો આશ્ચર્યચકિત થઈગયા છે. આ વિડીયો સામે આવ્યા પછી સોશ્યલ મીડીયા પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે.
ચીનમાં જાહેર સ્થળોએે હરવા ફરવા માટે પણ હવે કોરોનાનો નેગેટીવ રીપોર્ટ અનિવાર્ય છે. કોરોનાના વધતા જતાં કેસને જાેતાં ચીને ફરી પોતાની ઝીરો કોવિડ પોલીસી કડક કરી દીધી છે. પાર્ક, શોપિંગ મોલ, થીયેટર જેવા જાહેર સ્થળોમાં પ્રવેશવા માટે કોરોના નેગેટીવ રીપોર્ટ દર્શાવવો ફરજીયાત કરવામાં આવ્યો છે.
૭ર કલાક કરતા જૂના રીપોર્ટસ સ્વીકારવામાં આવતા નથી. ચીનના વુહાનમાં ૧૭ નવેમ્બર ર૦૧૯ના રોજ પ્રથમ કોરોના દર્દીને ટ્રેસ કરવામાં આવ્યો હતો. ર૧ દિવસ પછી એટલે કે ૮મી ડીસેમ્બરે ર૦૧૯ના રોજ કોરોના ચેપના પ્રથમ દર્દીની જાણ થઈ હતી.