Western Times News

Gujarati News

ચીન ભારતની સરહદ નજીક ૬૦ હજાર મેગાવોટ વીજળી પેદા કરી શકે તેવો ડેમ બનાવી રહ્યુ છે

ચીન બનાવી રહ્યુ છે એવો ડેમ કે જેને લીધે પૃથ્વીની પરિભ્રમણ ગતિ ધીમી પડી જાય તેવી શક્યતા

(એજન્સી)ઈટાનગર, ચીન ઈસ્ટર્ન તિબેટમાં દુનિયાનો સૌથી મોટો ડેમ બનાવવા જઈ રહ્યું છે. ચીનના આ પ્રોજેક્ટ પર ભારતે પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમજ આખી દુનિયામાં ચીનના આ પ્રોજેક્ટ પર સવાલો ઉઠી રહ્યા છે. China is building a dam near the Indian border that can generate 60,000 megawatts of electricity.

ચીન આ ડેમની મદદથી ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યોની અર્થવ્યવસ્થાને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પૂર્વોત્તરમાં પૂર અને દુષ્કાળ ચીનના હાથમાં રહેશે. ઉત્તર-પૂર્વના બે મોટા રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ ચીનના પ્રોજેક્ટ પર સવાલ ઉઠાવ્યા છે.

ચીન વિશ્વનો સૌથી મોટો હાઇડ્રોઇલેક્ટિÙક ડેમ બનાવવા જઇ રહ્યું છે. જે અત્યાર સુધીના સૌથી મોટા ડેમ થ્રી ગોર્જ્‌સ કરતા ત્રણ ગણો મોટો હશે. આ અંગે ભારતમાં ભારે હોબાળો મચી ગયો છે. કારણ કે ચીન આ ડેમ પૂર્વી તિબેટમાં બનાવી રહ્યું છે.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેના નિર્માણથી પૃથ્વીના પરિભ્રમણની ગતિમાં ફરક પડશે, કારણ કે તાજેતરમાં જ એવો દાવો કરવામાં આવ્યો છે કે થ્રી ગોર્જ્‌સના કારણે પૃથ્વીની ગતિમાં ફેરફાર થયો છે. એવામાં હવે તેનાથી ત્રણ ગણો મોટો ડેમ મોટા ફેરફાર લાવશે. હાલમાં જ અરુણાચલના મુખ્યમંત્રી પેમા ખાંડુએ આ બંધને લઈને ચિંતા વ્યક્ત કરી છે.

શુક્રવારે ડેમ પર વાત કરતા અરુણાચલના મુખ્યમંત્રી પેમા ખાંડુએ ચેતવણી આપી હતી કે ચીન તેનો ઉપયોગ વોટર બોમ્બ તરીકે કરી શકે છે. ભારતીય સરહદ પાસે યાર્લુંગ ત્સાંગપો નદી પર બની રહેલા પાવર પ્લાન્ટ પર ધ્યાન દોરતા તેમણે કહ્યું કે તે ૬૦ હજાર મેગાવોટ વીજળી પેદા કરી શકે છે.

નદી સિયાંગ તરીકે અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે છે અને બાંગ્લાદેશમાં વહેતા પહેલા આસામમાં બ્રહ્મપુત્રા બની જાય છે. વિશ્વના સૌથી મોટા હાઇડ્રોઇલેક્ટિÙક ડેમનું નિર્માણ અરુણાચલ પ્રદેશ, આસામ અને બાંગ્લાદેશના લાખો લોકોના જીવનને અસર કરી શકે છે.

આ પ્રોજેક્ટ અરુણાચલ પ્રદેશ અને આસામ પર વિનાશક અસર કરશે. પેમા ખાંડુએ કહ્યું કે ડેમમાંથી અચાનક પાણી છોડવાથી ઉત્તર-પૂર્વના રાજ્યોમાં પૂર આવી શકે છે. જે વધુ ચિંતાજનક છે કારણ કે ચીને પાણી સંબંધિત વૈશ્વિક સંધિઓ પર હસ્તાક્ષર કર્યા નથી. તેમણે ચેતવણી આપી હતી કે શકિતશાળી સિયાંગ અથવા બ્રહ્મપુત્રા નદી શિયાળામાં સુકાઈ જશે, જેનાથી સિયાંગ પટ્ટા અને આસામના મેદાનોમાં જનજીવન ખોરવાઈ જશે.

ચીનનો મેગા ડેમ પ્રોજેક્ટ ચીને ભારતીય સરહદની નજીક તિબેટમાં વિશ્વનો સૌથી મોટો ડેમ બનાવવાના ઈરાદાની પુષ્ટિ કરી છે. વૈજ્ઞાનિકોએ આ પ્રોજેક્ટ પર મોટા પાયા પર સંશોધન કર્યું હોવાનું પણ ભારપૂર્વક જણાવ્યું હતું. બેઇજિંગે ખાતરી આપી છે કે ભારત અને બાંગ્લાદેશ સહિતના ડાઉનસ્ટ્રીમ દેશો પર બંધની કોઈ વિપરીત અસર નહીં થાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.