Western Times News

Gujarati News

ચીને AI ચિપ્સની નિકાસ, સ્ટુડન્ટ વિઝા પર અંકુશ મુકવાની યુએસની નીતિનો વિરોધ કર્યાે

અમેરિકા ઈરાદાપૂર્વક વેપાર ઘર્ષણ ઉભું કરતું હોવાનો ચીનનો આક્ષેપ

યુએસ સેક્રેટરી ઓપ સ્ટેટ માર્કાે રુબિઓ દ્વારા સંવેદનશીલ ક્ષેત્રોમાં અભ્યાસ કરતા અને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓના વિઝા રદ કરવાનું એલાન થયું હતું

બેઈજિંગ,જીનીવા ખાતે થયેલી વચગાળાની વેપાર સંધિનો ભંગ અમેરિકાએ કર્યાે હોવાનો દાવો ચીને કર્યાે છે. ચીનના જણાવ્યા મુજબ, અમેરિકાએ AI ચિપની નિકાસ પર નિયંત્રણો મૂકતી માર્ગદર્શકિા જાહેર કરવાની સાથે ચીનને ચીપ ડિઝાઈન સોફ્ટવેર વેચવાની તજવીજ પણ અટકાવી દીધી છે. અમેરિકાએ ચાઈનિઝ વિદ્યાર્થીઓના વિઝા છીનવી લેવાની કવાયત પણ હાથ ધરી છે. ચીને વેપાર સંધિની સાથે વિદ્યાર્થીઓના વિઝાનો મુદ્દો સાંકળી અમેરિકાને ભીંસમાં લેવા પ્રયાસ કર્યાે છે ત્યારે આગામી સમયમાં ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ વોર વણસવાના એંધાણ મળી રહ્યા છે.

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ ચીન પર વેપાર સંધિના ભંગના આરોપ લગાવ્યા હતા. ચીનના વાણિજ્ય મંત્રાલયની સત્તાવાર યાદીમાં ટ્રમ્પના આક્ષેપોને ફગાવી દેવાની સાથે અમેરિકાએ સંધિની શરતોનો ગંભીરતાથી ભંગ કર્યાે હોવાનું જણાવાયું છે. ચીને AI ચીપ્સ અને વિદ્યાર્થીઓના વિઝા સ્ટેટસના મુદ્દાને પરસ્પર સાંકળી અમેરિકાને જવાબદાર ઠેરવવા પ્રયાસ કર્યાે છે. અમેરિકામાં હાલ ચીનના ૨.૭ લાખ વિદ્યાર્થીઓને વિઝા અપાયા છે.

ભારત બાદ ચીનના સૌથી વધુ વિદ્યાર્થી અમેરિકામાં છે.યુએસ સેક્રેટરી ઓપ સ્ટેટ માર્કાે રુબિઓ દ્વારા સંવેદનશીલ ક્ષેત્રોમાં અભ્યાસ કરતા અને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓના વિઝા રદ કરવાનું એલાન થયું હતું. આ પગલાના કારણે બંને દેશના વડાઓ વચ્ચે ટેલિફોનિક વાતચીતમાં સધાયેલી સમજૂતિ અને ચીનના કાયદેસરના અધિકારોનું હનન થયું હોવાનો દાવો ચીને કર્યાે છે. અમેરિકા ઈરાદાપૂર્વક વેપાર ઘર્ષણ ઊભું કરવા અને બંને દેશના આર્થિક સંબંધો બગાડવાની હરકતો કરતું હોવાનો ચીનનો આક્ષેપ છે. ચીનના આ દાવા બાદ ટેરિફ વધારાના વિવાદ સાથે શરૂ થયેલું બંને દેશો વચ્ચેનું ઘર્ષણ વધારે તીવ્ર થવાની આશંકા છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.