સિક્રેટ મિસાઈલ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકને ચીને હટાવ્યા
બિજિંગ, ચીનના સિક્રેટ મિસાઈલ અને રોકેટ પ્રોજેકટ સાથે સંકળાયેલા એક મોટા ગજાના વૈજ્ઞાનિકને સરકારે આ પ્રોજેકટમાંથી હટાવી લેતા ખળભળાટ મચી ગયો છે. તેમના પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે. આ ર્નિણય ચીનની રાષ્ટ્રીય રાજકીય સલાહકાર સમિતિએ લીધો છે. સમિતિનુ કહેવુ છે કે, મિસાઈલ પ્રોજેકટ ચાલતો રહેશે.
આ પહેલા ચીને સંરક્ષણ મંત્રીને પણ હોદ્દા પરથી હટાવ્યા હતા અને તેઓ પણ આ પ્રોજેકટ સાથે સંકળાયેલા હતા.
રાષ્ટ્રીય રાજકીય સલાહકાર સમિતિએ કહ્યુ હતુ કે, રોકેટ સાયન્ટિસ્ટ વાંગ જિયાઓજુન પર ભ્રષ્ટાચારનો આરોપ છે અને તેની તપાસ ચાલી રહી છે. જ્યાં સુધી તપાસ પૂરી નહીં થાય ત્યાં સુધી તેમને આ પ્રોજેકટ પર કામ કરાવની મંજૂરી નહીં આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે, આ કમિટિમાં ચીનના દિગ્ગજ અધિકારીઓ અ્ને ટોચના રાજકીય નેતાઓ સભ્ય છે. વાંગની પ્રોજેકટમાંથી હકાલપટ્ટીનો ર્નિણય અપેક્ષા કરતા પણ વહેલો લેવાઈ ગયો છે. જાેકે વાંગની વિદાયથી ચીનના મિસાઈલ પ્રોગ્રામને ફટકો પડશે તેવુ મનાઈ રહ્યુ છે.
ચીન દ્વારા હાલમાં મિસાઈલ અને રોકેટ ડેવલપમેન્ટ પ્રોગ્રામના ભાગરૂપે લોન્ગ માર્ચ સાત નામનુ રોકેટ બનાવવામાં આવી રહ્યુ છે. જેનો ઉદ્દેશ ચીના સ્પેસ સ્ટેશન સુધી કાર્ગો પહોંચાડવાનો છે. વાંગે ચાઈના એકેડમી ઓફ લોન્ચ વ્હિકલ ટેકનોલોજી નામની રિસર્ચ સંસ્થા પણ બનાવી છે. ચીનની સરકાર હવે રોકેટ અને મિસાઈલ ફોર્સમાં સામેલ બીજા લોકો પર પણ ભ્રષ્ટાચાર બદલ ગાળિયો કસે તેવી શક્યતા છે. ચીનની રોકેટ ફોર્સ પાસે ચીનના મિસાઈલોના સંચાલનની જવાબદારી છે.
આ પહેલા રોકેટ ફોર્સના પ્રમુખ પદેથી સંરક્ષણ મંત્રી લી શાંગફૂને પણ ચીનના રાષ્ટ્રપતિ જીનપિંગે હટાવી દીધા હતા. એ પછી તેઓ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા હતા. તેમનો હજી પત્તો મળ્યો નથી. તેમના પર પણ ભ્રષ્ટાચારના આક્ષેપ લાગેલા છે. આ સિવાય જેટલા પણ બીજા લોકોને હટાવાયા છે તેઓ શાંગફૂની નિકટના હતા અને તેમને લી શાંગફૂએ પ્રમોશન આપ્યા હતા. જેથી ભ્રષ્ટાચારમાં તેમની મદદ મળી શકે. જાેકે જિનપિંગે ભ્રષ્ટાચાર સામે આકરી કાર્વાહીના ભાગરુપે હવે આકરા પગલા ભરવાના શરુ કર્યા છે. SS2SS