અમેરિકાએ ચીનના બોઈંગ વિમાનોની ડિલિવરી રોકવાનો આદેશ આપ્યો

ચીનની ટોચની ત્રણ એરલાઇન્સ – એર ચાઇના, ચાઇના ઇસ્ટર્ન એરલાઇન્સ અને ચાઇના સધર્ન એરલાઇન્સ – એ 2025 અને 2027 વચ્ચે અનુક્રમે 45, 53 અને 81 બોઇંગ વિમાનોની ડિલિવરી લેવાની યોજના બનાવી હતી.
ચીન સરકારે દેશની એરલાઈન્સને અમેરિકી વિમાન નિર્માતા કંપની બોઈંગ પાસેથી નવા વિમાનોની ડિલિવરી સ્વીકારવાનું બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા વ્યાપાર યુદ્ધના ભાગરૂપે લેવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નિર્ણયથી ચીનની એર ચાઇના, ચાઇના સાઉથર્ન એરલાઈન્સ અને ચાઇના ઈસ્ટર્ન એરલાઈન્સ જેવી મોટી એરલાઈન્સ પર અસર થશે, જેમણે બોઈંગ પાસેથી મોટી સંખ્યામાં વિમાનો ખરીદવાના ઓર્ડર આપ્યા છે.
આ પગલું બંને દેશો વચ્ચે જટિલ બનતા જતા વ્યાપારિક સંબંધોને વધુ તંગ બનાવે તેવી શક્યતા છે. અગાઉ અમેરિકાએ ચીની ટેકનોલોજી કંપનીઓ પર પ્રતિબંધો લાદ્યા હતા, જેના જવાબમાં ચીને હવે આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે.
બ્લુમબર્ગના અહેવાલમાં જણાવાયું છે કે બેઇજિંગે ચીની કેરિયર્સને બોઇંગ જેવી યુએસ કંપનીઓ પાસેથી વિમાન સંબંધિત સાધનો અને ભાગોની ખરીદી બંધ કરવા પણ કહ્યું છે.
વિશ્લેષકોના મતે, આ નિર્ણયથી બોઈંગને આર્થિક ફટકો પડી શકે છે, કારણ કે ચીન વિશ્વના સૌથી ઝડપથી વિકસતા વિમાની બજારો પૈકી એક છે અને બોઈંગના મહત્વપૂર્ણ ગ્રાહકો પૈકી એક છે.
નોંધનીય છે કે બોઈંગ અને ચીનની એરલાઈન્સે હજુ સુધી આ અહેવાલો પર કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી.