વહેલી સવારે ધ્રૂજી ઉઠી ચીનની ધરતી! ૪.૫ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

બેઇઝિંગ, ચીનમાં આજે ભૂકંપ ના આંચકા અનુભવાયા હતા. આજે વહેલી સવારે ચીનમાં ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૫ માપવામાં આવી હતી. નાના ભૂકંપના કારણે કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી, પરંતુ આંચકા અનુભવાયા હોવાથી લોકો ડરી ગયાં હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી એ ભૂકંપના આંચકાની પુષ્ટિ કરી છે.
મહત્વની વાત એ છે કે, છેલ્લા કેટલાક દિવસથી ભૂકંપની ઘટનાઓ વધી રહી છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, તુર્કી, ચીન, ગ્રીસ, લેબનોન, જોર્ડનમાં પણ ભૂકંપ આવ્યો હતો. જેથી અનેક શંકાઓ થવી પણ અનિવાર્ય બની જાય છે.ગત મધ્યરાત્રિએ એટલે કે ૧૨.૪૭ વાગ્યે અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા.
આ દરમિયાન, તુર્કી અને મ્યાનમારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩ થી ૫ ની વચ્ચે નોંધાઈ હતી. ચીનના દરેક પાડોશી દેશોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
જેના કારણે લોકોમાં ડરનો મહોલા જોવા મળ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી આપેલી જાણકારી પ્રમાણે ગઈ કાલે તુર્કીમાં પણ બપોરે ૨ વાગ્યાની આસપાસ ૫.૨ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.તુર્કીમાં આવેલો ભૂકંપ તેની રાજધાની અંકારા સુધી અનુભવાયો હતો.
એટલું જન નહીં પરંતુ તુર્કીની ડિઝાસ્ટર એજન્સી દ્વારા આ ભૂકંપની પુષ્ટિ પણ કરવામાં આવી હતી. એજન્સીએ કહ્યું કે, ભૂકંપ કોન્યા પ્રાંતના કુલુ જિલ્લામાં આવ્યો હતો. દેશના કોઈપણ ભાગમાં ભૂકંપને કારણે કોઈ નુકસાન, ઈજા કે જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી. તુર્કી પહેલ ગ્રીસના ળાઈમાં પણ સવારે ૬.૧ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
ભૂકંપ અંગે યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલએ વિગતો આપતા જણાવ્યું કે, ગ્રીસમાં સ્થાનિક સમય મુજબ રાત્રે ૧ઃ૫૧ વાગ્યે ૭૮ કિલોમીટરની ઊંડાઈએ ભૂકંપ આવ્યો હતો.
ભૂકંપના આંચકા ઇજિપ્તના કૈરોથી લઈને ઇઝરાયલ, લેબનોન, તુર્કી અને જોર્ડન સુધી અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર ગ્રીસના દક્ષિણ-પૂર્વમાં સમુદ્રમાં જોવા મળ્યું હતું, તેથી સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. પરંતુ પછી ખતરો ટળી જતા ચેતવણીને પાછી પણ ખેંચી લેવામાં આવી હતી.SS1MS