Western Times News

Gujarati News

યુએસના નાણા મંત્રાલય પર ચીની હેકર્સ ત્રાટક્યા, ગુપ્ત દસ્તાવેજોની તફડંચી

વાશિગ્ટન, ચીની સાયબર હેકર્સ અમેરિકાના નાણા મંત્રાલયની કોમ્પ્યુટર સિસ્ટમ પર ત્રાટક્યા હતાં તથા મંત્રાલયના કેટલાંક વર્કસ્ટેશન અને ગુપ્ત દસ્તાવેજનો દૂરથી એક્સેસ મેળવ્યો હતો. થર્ડ પાર્ટી સોફ્ટવેર સર્વિસ પ્રોવાઇડરની સિક્યોરિટી સિસ્ટમને ભેદીને આ સાયબર હુમલો થયો હતો.

નાણા મંત્રાલયે સંસદની બેન્કિંગ કમિટીના નેતાઓને લખેલા પત્રમાં આ ખુલાસો કર્યાે હતો. મંત્રાલયે કેટલા વર્કસ્ટેશનનોનો એક્સેસ મેળવ્યો હતો અને કેવા પ્રકારના દસ્તાવેજો તફડંચી કરી હતી તેની વિગતો આપી ન હતી, પરંતુ જણાવ્યું હતું કે સાયબર હેકર્સે ટ્રેઝરીની માહિતીનો સતત એક્સેસ કર્યા હોવાના હાલમાં કોઇ પુરાવા નથી.

આ ઘટનાની મોટી સાયબર સિક્યોરિટી ઘટના તરીકે તપાસ ચાલુ કરાઈ છે. મંત્રાલયના પ્રવક્તાએ એક અલગ નિવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લા ચાર વર્ષાેમા મંત્રાલયે તેની સાયબર સિક્યોરિટીને મજબૂત બનાવી છે અને અમે અમારી નાણાકીય સિસ્ટમને જોખમી પરિબળોથી બચાવવા માટે ખાનગી અને જાહેર ક્ષેત્ર એમ બંને ભાગીદારો સાથે કામ કરવાનું ચાલુ રાખીશું.

આ મુદ્દે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પુરાવાનો અભાવ છે તેવા પાયાવિહોણા આરોપો અંગે અમે વારંવાર અમારૂ વલણ સ્પષ્ટ કર્યું છે. ચીન તમામ પ્રકારના હેકિંગનો હંમેશા વિરોધ કરે છે અને અમે રાજકીય ઇરાદા સાથે ચીન વિરુદ્ધની ખોટી માહિતીનો જોરદાર વિરોધ કરીએ છીએ.

અમેરિકાના અધિકારીઓ સોલ્ટ ટાયફૂન તરીકે ઓળખાતા ચાઈનીઝ સાયબર જાસૂસી અભિયાનનો સામનો કરી રહ્યાં છે ત્યારે આ ઘટના બની છે. ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે તેને તાજેતરની સમસ્યા વિશે ૮ ડિસેમ્બરો જાણ થઈ હતી. તે સમયે થર્ડ પાર્ટી સોફ્ટવેર સર્વિસ પ્રોવાઇડર બિયોન્ડટ્રસ્ટએ માહિતી આપી હતી કે હેકર્સે ક્લાઉડ બેસ્ડ સર્વિસની સુરક્ષિત રાખવા વપરાતી કીની ચોરી કરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.