આખડોલ બસ સ્ટેશન પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે ઇસમ ઝડપાયો
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા ખેડા – નડીયાદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ ચાઇનીઝ દોરીના વેચાણ તથા ઉપયોગ કરવા ઉપર જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી ખેડા-નડીયાદ નાઓએ જાહરનામુ પ્રસિધ્ધ કરેલ હોય પ્રતિબંધ મુકેલ હોય
જેથી ચાઇનીઝ દોરીના વેચાણ તથા ઉપયોગ કરનાર નાઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી સુચના આધારે આજ તા.૧૭/૧૨/૨૦૨૪ ના રોજ એલ.સી.બી સ્ટાફના હેઙકો.ગીરીશભાઇ, મનુભાઇ , શૈલેષકુમાર વિગેરે નાઓ નડીયાદ રૂરલ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગ હતા દરમ્યાન આખડોલ બસ સ્ટેશન પાસે આવતા હે.કો.ગીરીશભાઇ તથા શૈલેષભાઇ નાઓની સંયુકત બાતમી આધારે આખડોલ બસ સ્ટેશન પાસે રોડ ઉપરથી
ધર્મેન્દ્રભાઇ જયંતીભાઇ તળપદા રહે.નડીયાદ ખાડ વાઘરીવાસ, તા.નડીયાદ જી.ખેડા નાઓની હાથમાંની બે પ્લાસ્ટીક કોથળીઓમાં બે પુંઠાના બોક્ષમાં પંચો રૂબરૂ તપાસ કરી બહાર કાઢી ગણી જોતા પ્રતિબંધીત ચાઇનીઝ દોરી નોફીલ ગોલ્ડ માર્કાની ફીરકી નંગ-૯૬ કિ.રૂ.૨૮,૮૦૦/- તથા સદર ઇસમની અંગઝડતીમાંથી રોકડા રૂ.૧૦૦/- જે મળી કુલ્લે કિ.રૂ. ૨૮,૯૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવેલ છે.
જે બાબતે એ.એસ.આઇ. રાજેશભાઇ ગણેશભાઇ નાઓએ સદર ઇસમ વિરૂધ્ધમાં બી.એન.એસ. કલમ ૨૨૩ તથા જી.પી.એકટ ૧૩૧ મુજબ નડીયાદ રૂરલ પો.સ્ટે. ખાતે કાયદેસરની ફરીયાદ કરવામાં આવેલ છે.