Western Times News

Gujarati News

ચાઇનીઝ દોરીના ૭૪૪ ટેલરો સાથે ત્રણ ઇસમો પકડાયા

પ્રતિકાત્મક

આઈ ડિવિઝન હેઠળ આવતી અમરાઇવાડી પોલીસની સારી અને સમયસરની કામગીરી

પોલીસ કમિશનર અમદાવાદ શહેરના જાહેરનામા ક્રમાંક: વિશેષ શાખા/એ-સેકશન/પરમીટ/મકરસક્રાંતિ/૧૧૮/૨૦૨૪ તા.૩૦/૧૧/૨૦૨૪ અનુસંધાને અમદાવાદ શહેરમાં ચાઇનીઝ દોરીનું વેચાણ તેમજ ચાઇનીઝ દોરીથી પતંગ ઉડાડવા ઉપર પ્રતિબંધ લદાયો છે. આ જાહેરનામા અનુસંધાને સંયુકત પોલીસ કમિશનર શ્રી સેક્ટર-૨ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન-૫ તથા

મદદનીશ પોલીસ કમિશનર શ્રી “આઇ” ડિવિઝને આપેલ સૂચના અનુસાર પોલીસ ઇન્સ્પેકટર પી.એચ. મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોર્ડનાં પો.સબ.ઇન્સ. શ્રી પી.એસ.મિયાત્રા તથા સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન અ.પો.કો વિજયભાઇ બાબુભાઇ તથા અ.પો.કો કરણભાઇ ગીરધરભાઈને મળેલ સંયુક્ત બાતમી – હકીકતોના આધારે અમરાઇવાડી હાટકેશ્વર ચાર રસ્તા સૂર્યનગર હરીઓમ ફ્લેટના નીચેના ભાગે આવેલ ખુલ્લી જગ્યા

જાહેરમાંથી ઇસમ નં.૧ આસીફખાન ઉર્ફે ફજલ અસલમખાન પઠાણ ઉ.વ.૨૬ ધંધો.વેપાર રહે.મુનીરી શેઠનો ટેકરો જુલતા મિનારા રોડ, રાજપુર ગોમતીપુર, અમદાવાદ શહેર તથા નં.ર મોહમદતુફેલ અબ્દુલસલામ અંસારી, ઉ.વ.૩૦, ધંધો મજૂરી રહે.અમરનગર ગેટ નં.ર, જુલતા મિનારા રોડ, રાજપુર ગોમતીપુર, અમદાવાદ શહેર તથા નં.૩ સોનુ અનિફભાઇ મોહમદ, ઉ.વ.૨૦, ધંધો મજૂરી, રહે. રહે.અમરનગર ગેટ નં.ર જુલતા મિનારા રોડ

, રાજપુર ગોમતીપુર, અમદાવાદ શહેરને ચાઇનીઝ દોરીના ટેલર નંગ.૭૪૪ (કિંમત રૂ.૧,૫૬,૨૪૦/-) તથા ફોર વ્હીલર ગાડી (રૂ.૧,૦૦,૦૦૦/- ) તથા ૨ મોબાઇલ ફોન (રૂ.૨૧૦૦૦/-) મળી કુલ રૂ.૨,૭૭,૨૪૦/-ના મત્તાના મુદ્દામાલ સાથે પકડી આરોપીઓ વિરુદ્ધમાં અમરાઇવાડી પોલીસ સ્ટેશન પાર્ટ બી-ગુ.ર.નં. ૧૧૧૯૧૦૦૪૨૫૦૦૦૭/ ૨૦૨૫ ધી બી.એન.એસ. કલમ ૨૨૩ તથા જી.પી. એક્ટ ૧૩૧ મુજબનો ગુનો દાખલ કરી સારી અને સમયસરની કામગીરી કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.