ચિરંજીવી ઇન્ડિયાનો સૌથી અમીર ફિલ્મી પરિવાર
મુંબઈ, સિનેમા હોય કે બિઝનેસ, ભારતમાં મશહૂર પરિવારોના વારસદારોનો દબદબો રહ્યો છે. આજે, ફેમસ એક્ટર્સ અને મેકર્સની સંતાનો તેમના સમૃદ્ધ વારસાને આગળ ધપાવી રહ્યા છે. બોલિવૂડની સાથે સાઉથ સિનેમામાં પણ ફિલ્મી પરિવારોનો દબદબો છે.
પરંતુ જ્યારે સૌથી અમીર ફિલ્મી પરિવારની વાત આવે છે તો તેલુગુ સિનેમાનું પ્રખ્યાત ખાનદાન ટોપ પર છે. આ ફેમસ પરિવારની કુલ નેટવર્થ કપૂર અને અક્કીનેનીની કુલ સંપત્તિ કરતાં વધુ છે. તેલુગુ સિનેમાના આ પરિવારના ચાર સભ્યો સુપરસ્ટાર છે.
અમે વાત કરી રહ્યા છીએ તેલુગુ સિનેમાના મેગાસ્ટાર ચિરંજીવીના પરિવારની. અલ્લુ-કોનિડેલા પરિવાર દેશનો સૌથી અમીર ફિલ્મ પરિવાર છે. અલ્લુ-કોનીડેલા પરિવારને મેગા ફેમિલી પણ કહેવામાં આવે છે, જે તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર રાજ કરે છે.
ભારતીય સિનેમામાં આ પરિવારનું ખૂબ મહત્વનું યોગદાન છે. મેગા ફેમિલીનો પાયો ૧૯૫૦ માં અલ્લુ રામલિંગૈયા દ્વારા નાખવામાં આવ્યો હતો, જેઓ તેલુગુ સિનેમાના ફેમસ એક્ટર, કોમેડિયન અને ફિલ્મ પ્રોડ્યુસર હતા. અલ્લુ-કોનીડેલા પરિવારે તેના ઉત્તરાધિકારીઓ દ્વારા તેલુગુ સિનેમામાં ઊંડી છાપ છોડી.
અલ્લુ રામલિંગૈયાના ચાર સંતાનોમાંથી એક અરવિંદ ફેમસ ફિલ્મ મેકર બની ગયા છે. એક્ટરની દીકરી સુરેખાએ તેલુગુ સુપરસ્ટાર ચિરંજીવી સાથે લગ્ન કર્યા છે. અલ્લુ રામલિંગૈયાના બાળકોએ તેલુગુ સિનેમાને ઘણા સ્ટાર આપ્યા છે.
રામ ચરણ, અલ્લુ અર્જુન અને નાગેન્દ્ર બાબુ, વરુણ તેજ જેવા સ્ટાર્સ આ પરિવારના છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચિરંજીવીની સાથે રામ ચરણ, અલ્લુ અર્જુન અને અલ્લુ અરવિંદનું યોગદાન ખૂબ મહત્વનું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ પરિવારના મહત્વપૂર્ણ સભ્યોની સંપત્તિ લગભગ ૬ હજાર કરોડ રૂપિયા છે. અલ્લુ-કોનિડેલા પરિવારની સંપત્તિમાં તેમના પાંચ ફિલ્મ પ્રોડક્શન હાઉસ ગીતા આર્ટ્સ, અંજના પ્રોડક્શન્સ, પવન કલ્યાણ ક્રિએટિવ વર્ક્સ, કોનિડેલા પ્રોડક્શન કંપની અને અલ્લુ સ્ટુડિયો જાેડવામાં આવ્યા છે. આ પરિવારે ભારતીય સિનેમાને ૪ સુપરસ્ટાર આપ્યા છે. SS1SS