ચિરિપાલ ગ્રૂપ અને મિર્ચીએ અમદાવાદના હરિયાળું બનાવવા સહયોગ કર્યો
અમદાવાદ, 26 જૂન, 2022: ચિરિપાલ ગ્રૂપે પર્યાવરણ પ્રત્યે તેની કટીબદ્ધતાના ભાગરૂપે અમદાવાદમાં ગ્રીન કવર વધારવા રેડિયો મિર્ચી સાથે કેમ્પેઇન શરૂ કર્યું છે. આ પહેલનું નામ ‘ચિરિપાલ મિર્ચી ગ્રીન યોદ્ધા’ રાખવામાં આવ્યું છે,
જેને વિશ્વ પર્યાવરણ દિવસના રોજ લોંચ કરાઇ હતી. તેના અંતર્ગત અમદાવાદમાં 50,000 વૃક્ષો વાવવાનો મહાત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કરાયું છે. ઝુંબેશ અપોલો સીવીએચએ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત છે.
વૃક્ષારોપણ ઝુંબેશમાં ભાગ લેવા માટે પ્રિન્ટ, આઉટડોર, રેડિયો અને ડિજિટલ કેમ્પેઇન દ્વારા અમદાવાદના નાગરિકોને અપીલ કરાઇ હતી. આ ઝુંબેશમાં હજારો નાગરિકોએ ભાગ લીધો છે અને તેને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે.
લોકોને ગુગલ શીટ ઉપર તેમની વિગતો શેર કરવા સૂચન કરાયું હતું તથા રજીસ્ટર્ડ લોકોને એએમસી દ્વારા રોપાનું વિતરણ કરાશે, જેથી તેઓ તેમની આસપાસ વૃક્ષારોપણ કરી શકે.
ગ્રીન યોદ્ઘા પહેલ માટે ચિરિપાલ ગ્રૂપને અભિનંદન આપતાં અમદાવાદના મેયર શ્રી કિરિટ પરમારે કહ્યું હતું કે, “માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ અમે અમદાવાદને સ્વચ્છ અને હરિયાળું બનાવવાની ઝુંબેશ શરૂ કરી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 15 લાખ વૃક્ષોના વાવેતરના મહાત્વાકાંક્ષી લક્ષ્યાંકને સાકાર કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે ત્યારે ચિરિપાલ ગ્રૂપની 50,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પહેલ એક પ્રશંસનીય પગલું છે અને તેનાથી અમારા અભિયાનને જરૂરી સહયોગ મળી રહેશે.”
આ ઝુંબેશ વિશે વાત કરતાં ચિરિપાલ ગ્રૂપના પ્રમોટર રોનક ચિરિપાલે કહ્યું હતું કે, “ચિરિપાલ ગ્રૂપ તેના સસ્ટેનેબિલિટીના લક્ષ્યાંકો અંગે મક્કમ છે અને અમે અમદાવાદમાં ગ્રીન કવર વધારીને હવાની એકંદર ગુણવત્તામાં સુધારો કરવા માટે કટીબદ્ધ છીએ.
જ્યાં સુધી અમે આ સુંદર શહેરમાં વૃક્ષોના આવરણ અને હવાની ગુણવત્તામાં સકારાત્મક પરિવર્તન નહીં લાવીએ ત્યાં સુધી અમે કોઇપણ કસર રાખીશું નહીં. અમે અમારી સફળતાનો શ્રેય આ શહેરને આપીએ છીએ તથા દરેક અમદાવાદીઓ ઝુંબેશને સફળ બનાવવા તેમાં ભાગ લેશે તેવી અમને આશા છે.”
ચિરિપાલ ગ્રૂપે તેની ઇએસજી કટીબદ્ધતાના ભાગરૂપે મિર્ચી સાથે જોડાણ કર્યું છે, જેથી મોટાપાયે વૃક્ષારોપણ હાથ ધરી શકાય અને અમદાવાદના ગ્રીન કવરમાં વધારો કરી શકાય.
લોકોની સામૂહિક સહભાગીતાથી આ ઝુંબેશ સફળ વૃક્ષારોપણ માટે ચોક્કસપણે નવા બેન્ચમાર્ક સ્થાપિત કરશે. તે અમદાવાદ શહેરના દેખાવને બદલશે તથા તેની વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિને સમૃદ્ધ બનાવશે.
અમદાવાદના ઘટતા ગ્રીન કવર વિશે જાગૃતિ પેદા કરવા તથા વૃક્ષારોપણ ઝુંબેશમાં સક્રિયપણે ભાગ લેવા લોકોને પ્રેરિત કરવા એક મલ્ટીમીડિયા કેમ્પેઇન લોંચ કરાયું હતું, જેમાં રેડિયો, આઉટડોર, ડિજિટલ પ્રમોશન અને ઓન-ગ્રાઉન્ડ એક્ટિવેશન સામેલ હતું.
ચિરિપાલ મિર્ચી ગ્રીન યોદ્ધાનો સમાપન સમારોહ 26 જૂનના રોજ શાંતિ બિઝનેસ સ્કૂલ ગ્રાઉન્ડમાં યોજાયો હતો.
ઘણી સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુઅન્સર્સ જેમકે ત્વરા મેહતા, હિમાદ્રી દવે, અભિસિંહ ઝુબિન આશરા, મેહર મહાજન, રાજૂ દેસાઇ,
આયુષી પારેખ, હિમાની વ્યાસ પટેલ, રવીના ટેકવાની, આંચલ શાહ પણ ગ્રીન ઇવેન્ટમાં ઉપસ્થિત રહીને તેમના ફોલોઅર્સ વચ્ચે એનવાયર્નમેન્ટ ફ્રેન્ડલી મેસેજ વહેતો કરીને આ કાર્યક્રમને સપોર્ટ કર્યો હતો.