ચિત્રાંગદા-મિલિંદ સોમણ મેદાનની નહીં, મગજની રમતમાં ખેલાડી બનશે
મુંબઈ, હિન્દી ફિલ્મોમાં સ્પોટ્ર્સ માટેનું વળગણ વિખ્યાત છે. સામાન્ય રીતે ક્રિકેટ અથવા ક્રિકેટર પર ફિલ્મ બનાવવામાં જોખમ ઓછું રહે છે. સ્પોટ્ર્સ ઉપરાંત હોકી અને ફૂટબોલ પર ક્યારેક ફિલ્મ બને છે, પરંતુ પત્તાની રમત પર ગેમ બનાવવાની કવાયત શરૂ થઈ છે.
આ ફિલ્મમાં ચિત્રાંગદા સિંહ અને મિલિંદ સોમણ લીડ રોલમાં છે. ફિલ્મના પ્રોડ્યુસર સુબોધ મસ્કરા અગાઉ બ્રિજ પ્લેયર રહી ચૂક્યા છે. તેમની સાથે મિલિંદ સોમણ આ ફિલ્મમાં કો-પ્રોડ્યુસર છે. મિલિંદે કહ્યું હતું કે, આપણા દેશમાં વધારે રમતો રમાતી નથી.
આપણે ક્રિકેટ, હોકી અને ફૂટબોલથી પરિચિત છીએ. નિરજ ચોપરાના કારણે જેવેલિનને અલગ ઓળખ મળી. તે પહેલાં લોકો આ રમતને ઓળખતા પણ ન હતા. મોટા ભાગે લોકો પત્તાથી દૂર રહેવાનું કહે છે. પત્તાને પણ રમતની જેમ સમજવાની અને એન્જોય કરવાની જરૂર છે.
પ્રોડ્યુસર સુબોધના મતે, ચેસની જેમ બ્રિજ પણ પડકારજનક છે. પત્તા રમવાની બાબતને જુગાર સાથે જોડી દેવામાં આવે છે, પરંતુ બ્રિજ પણ ચેસ જેટલું જ માનસિક રીતે પડકારજનક છે.
આ ફિલ્મમાં ચિત્રાંગદા પણ કો-પ્રોડ્યુસર છે. ચિત્રાંગદા વાસ્તવિક જીવનમાં પણ બ્રિજ પ્લેયર છે. ૨૦૨૩માં તેણે એશિયન ગેમ્સમાં બ્રિજ માટે મેડલ મેળવ્યું હતું. આમ, ફિલ્મના બંને લીડ સ્ટાર્સે કો-પ્રોડ્યુસરની જવાબદારી પણ લીધી છે.SS1MS