ચક દે ઈન્ડિયાની ચિત્રાશી લગ્ન કરવા જઈ રહી છે
મુંબઈ, બોલિવૂડ ફિલ્મ ચક દે ઈન્ડિયામાં હોકી પ્લેયરના રોલમાં જાેવા મળેલી એક્ટ્રેસ ચિત્રાશી રાવત હવે ધ્રુવાદિત્ય સાથે લગ્ન કરવા જઈ રહી છે. તેઓ બંને તારીખ ૪ ફેબ્રુઆરી, ૨૦૨૩ના દિવસે છત્તીસગઢના બિલાસપુરમાં લગ્ન કરશે.
તેઓ બંને છેલ્લા ૧૧ વર્ષથી રિલેશનશિપમાં છે. ચિત્રાશી રાવતએ જણાવ્યું કે, ધ્રુવાદિત્ય છત્તીસગઢના રાયપુરનો રહેવાસી છે અને અમે બિલાસપુરમાં લગ્ન કરવા જઈ રહ્યા છીએ. અમે સાંજના સમયે લગ્ન કરીશું. એક્ટ્રેસ ચિત્રાશી રાવતએ પોતાના લગ્ન વિશે વધારે વાત કરતા જણાવ્યું કે, અગાઉ અમે દહેરાદુનમાં કોર્ટ લગ્ન કરવાનું વિચાર્યું હતું.
અમે એવું વિચાર્યું હતું કે, સાદાઈથી લગ્ન કરીશું તો પૈસા બચશે અને અમે ફરવા જઈશું. પણ, અમારા પરિવારના સભ્યોએ કહ્યું કે, લગ્ન એક જ વખત થાય છે માટે અમે મોટાપાયે લગ્નનું આયોજન કરવાનું નક્કી કર્યું છે. અહીં નોંધનીય છે કે ૩૩ વર્ષીય એક્ટ્રેસ ચિત્રાશી રાવતએ ફિલ્મ ‘ચક દે ઈન્ડિયા’માં કોમલ ચૌટાલાનો રોલ કર્યો હતો.
પછી તે અન્ય બોલિવૂડ ફિલ્મો જેવી કે ‘ફેશન’, ‘લક’, ‘યે દૂરિયાં’, ‘તેરે નાલ લવ હો ગયા’ જેવી ફિલ્મોમાં જાેવા મળી હતી. આ સિવાય તે જાણીતા ટીવી શૉ ‘એફઆઈઆર’માં પણ જાેવા મળી હતી. તે મૂળ ઉત્તરાખંડના દહેરાદુનની છે. ચિત્રાશી રાવતે મહેંદી સેરેમની કરી હતી જેમાં ઈન્ડસ્ટ્રીના કેટલાંક ખાસ મિત્રો આવ્યા હતા.
ચિત્રાશી અને ધ્રુવાદિત્ય એક ફિલ્મના સેટ પર મળ્યા હતા અને લગભગ ૧૧ વર્ષ સુધી ડેટિંગ કર્યું હતું. તેણે આગળ વાત કરતા જણાવ્યું કે, ધ્રુવ અને હું આ પ્રસંગને લગ્ન પ્રસંગ તરીકે નથી જાેઈ રહ્યા, પરંતુ અમારા પરિવાર અને નજીકના મિત્રો સાથેના અમારા સંબંધોની ઉજવણી તરીકે જાેઈ રહ્યા છીએ.
અમે અગાઉ ડિસેમ્બરની આસપાસ તારીખ નક્કી કરી. પણ, હવે અમે તારીખ ૪ ફેબ્રુઆરીએ લગ્ન કરવા જઈ રહ્યા છીએ કે જેમાં મોટાભાગના મિત્રો હાજરી આપશે. અમારી પાસે અત્યારે હનીમૂન વિશે વિચારવાનો પણ સમય નથી!SS1MS