Western Times News

Gujarati News

પાર્ટનરની પસંદગી વખતે ફિલ્મ સ્ટારને મગજમાં રાખ્યા વગર સેન્સિબલ વ્યક્તિને પસંદ કરો

એક સમય હતો જ્યારે રાજેશ ખન્ના સુપરસ્ટાર હતા ત્યારે મોટાભાગની સ્ત્રીઓ એવાં સપનાં જોતી કે મારો પ્રેમી પણ હું ટ્રેનમાં જતી હોઉં અને મને મનાવવા મારી પાછળ આવી મેરે સપનોં કી રાની… ગીત ગાતો હોય. એ પછી અમિતાભનો જમાનો આવ્યો અને એન્ગ્રી યંગમેન સ્ત્રીઓનાં મનમાં વસવા લાગ્યા.

સમય વહેતો ગયો એમ બોલિવૂડમાં કિંગ ખાનની એન્ટ્રી થઈ. એની દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે ફિલ્મે તો સ્ત્રીઓનાં મગજમાં એટલી ઈમ્પેક્ટ પાડી કે એ સમયથી લગભગ દરેક છોકરી પોતાના રાજ માટે રાહ જોવા લાગી હતી.

રોમાન્સથી ભરપૂર કિંગ ખાને દરેક સ્ત્રીના મગજમાં પોતાનો પાર્ટનર એવો જ હોવો જોઈએ એવું સપનું પડદા ઉપર આવીને સેવી લીધું હતું. ઓસ્કર વિનર ડાયરેક્ટર, રાઇટર ગુનિત મોંગાએ પણ પોતાનાં લગ્ન સમયે એક નોટ લખતાં જણાવ્યું કે મેં જ્યારે દિલવાલે દુલ્હનિયા જોઈ ત્યારથી મને એવું હતું કે મારા માટે પણ કોઈ રાજ બનેલો છે, જે આવશે અને મારું જીવન રોમાન્સથી ભરી દેશે, પણ સમય જતાં મને સમજાયું કે રિયલ લાઈફ સપનાંથી ઘણી અલગ હોય છે.

જેમ એક સમયે સોફ્ટ અને રોમાન્સ અને રોમાન્સ કિંગ એવા શાહરુખ પાછળ છોકરીઓ પાગલ હતી એમ હવે કબીર સિંહ કે એનિમલના રણબીર જેવા આલ્ફા મેલ માટેનો ક્રેઝ ક્રેઝ વધી રહ્યો છે. હવે છોકરીઓને સોફ્ટ બોયના બદલે થોડા ડોમિનેટિંગ છોકરાઓ પસંદ આવવા લાગ્યા છે. સમય બદલાય એમ પસંદ પણ બદલાતી હોય છે, કારણ કે યુવાવયે આપણી અંદર રિયલ લાઈફની મેચ્યોરિટીને બદલે સપનાંની દુનિયાની અસર વધારે હોય છે.

ઉંમરના અમુક પડાવે આપણે રોમાન્સ, એટ્રેક્શન, દેખાવ વગેરેને વધારે પ્રાધાન્ય આપતા હોઈએ છીએ. વેલેન્ટાઈન ડે છે એટલે આ વાત અહીં લખવાનું મન થાય છે. ચોકલેટ, ફ્લાવર્સ, રોમેન્ટિક ડેટ, ટેડીબેર, મોંઘી ગિફ્ટ્‌સ સિવાય પણ એક રિયાલિટી છે, જેને એક્સેપ્ટ કરીને આખી જિંદગી જીવવાની હોય છે. સપનાંની દુનિયા માત્ર જવાબદારીઓ ન આવે ત્યાં સુધી જ જીવતી રહે છે,

જવાબદારી આવી, તમે કોઈ સાથે કમિટેડ થાવ એ પછી ખ્યાલ આવે કે હકીકત શું છે. અને જ્યારે હકીકત ખબર પડે ત્યો આલ્ફા મેલ, રોમેન્ટિક પાર્ટનર કે માચો મેન સાથે આખું જીવન નીકળશે એ સવાલ ઊભો થાય.

સમય સમયનું કામ કરે છે નો ડાઉટ ઉંમરના અમુક પડાવે, યુવાનીમાં આપણને અમુક પ્રકારનું જીવન જીવવાના શોખ હોય. જેમ કે, મિત્રો સાથે મજા કરવી, ગમતાં પાત્ર સાથે અઢળક રોમાન્સ કરવો, ફરવા જવું અને ગોલ્સ માટે કામ કરવું. આવી ઇચ્છા હોવામાં કંઈ ખોટું પણ નથી. તમે યુવાન હોવ, તમારા માથે જવાબદારીનું ભારણ ન હોય ત્યારે જીવનને બિન્ધાસ્ત જીવી લેવું જોઈએ,

પણ સમય જતાં જ્યારે કમિટમેન્ટનો વારો આવે, સ્થાયી થવાનો વારો આવે ત્યારે તમે પસંદ કરેલો પાર્ટનર ખરેખર આખી જિંદગી સાથ નિભાવે એવો છે એ વિચારી લેવું જરૂરી છે. તમે વિચારો કે હવે બે વ્યક્તિઓમાં વિચારભેદ એટલા હોય છે કે એ વિચારભેદ તેમને મનભેદ સુધી ક્યારે દોરી જાય તેની ખબર નથી પડતી. નાની ઉંમરે દેખાવ અને રોમાન્સથી તમે જે વ્યક્તિથી આકર્ષિત થયા હોવ એ વ્યક્તિ સાથે આખું જીવન કાઢવાનું આવે તો ન પણ ફાવે એવું બને,

કારણ કે જેની સાથે એક કે બે કલાક વિતાવવાની છે તે વ્યક્તિનો ગુસ્સો કે ટેન્ટ્રમ્સ એટ્રેક્શનમાં આપણે સહન કરી લેતાં હોઈએ છીએ પણ જેની સાથે આખું જીવન વિતાવવાનું છે એ સમજદાર નહીં હોય તો જીવન વિતાવવું છે એ સમજદાર નહીં હોય તો જીવન વિતાવવું અઘરું થઇ જશે. એટલે સમય જતાં સમજદાર બની પાર્ટનરની પસંદગી કરવી જોઈએ, કારણ કે રોમાન્સ અને લવી-ડવી લાઈફ આખું જીવન નથી રહેવાનાં, સમય સમયનું કામ કરશે જ અને જવાબદારી આવશે જ.
પાર્ટનર કેવો હોવો જોઈએ ?

અહીં ઘણાં આસ્પેક્ટ્‌સ કામ કરતાં હોય છે. ઘણાં કહે છે કે દેખાવ નહીં સ્વભાવ જુઓ. સાચી વાત, સ્વભાવનું મહત્ત્વ વધારે હોય છે, જોકે સાથે કડવી હકીકત એ પણ છે કે દેખાવે જે સાવ પસંદ ન હોય એની સાથે બાંધછોડ કરીને જોડાવાનો કોઈ મતલબ નથી.

થોડું સરખી રીતે સમજીએ તો દેખાવે જે સહેજેય પસંદ ન હોય પણ એ સ્વભાવે ખૂબ સારા હોય અને એ વસ્તુને ધ્યાનમાં લઇ કોઈ સાથે જોડાઈશું તો દેખાવનો વસવસો લાઈફટાઈમ રહેશે, તમારા એ વસવસાને કારણે તમે સામેની વ્યક્તિને સંપૂર્ણ અપનાવી નહીં શકો અને સમર્પિત પણ નહીં થઈ શકો. માટે ભલે પ્રિન્સ ચા‹મગ નહીં પણ થોડી ગમે એવી વ્યક્તિ પસંદ કરવી.

બીજી અને સૌથી મહત્ત્વની વાત કે ખૂબ એટ્રેક્ટિવ, ડોમિનેટિંગ, અત્યંત રોમેન્ટિક, આલ્ફા મેલ જેવાં ઉપનામો જેને મળેલાં છે એવા પુરુષો અમુક સમય સુધી જ સારા લાગતાં હોય છે. એ તમને અમુક સમય સુધી જ એટ્રેક્ટ કરતાં હોય છે, એટ્રેક્શન પૂરું થાય, કાયમી સાથે રહેવાનું થાય પછી ખબર પડે કે એક સમયે જે ગમતી વ્યક્તિ હતી તે હવે ઇરિટેટિંગ લાગી રહી છે.

એક સમયે ગમતી અને ખુશી આપતી વ્યક્તિ હવે દમ ઘૂંટી રહી છે. આવો પસ્તાવો ન થાય એ માટે પાર્ટનરની પસંદગી વખતે ફિલ્મસ્ટાર કે ફિલ્મ કેરેક્ટરને મગજમાં રાખ્યા વગર સેન્સિબલ વ્યક્તિને પસંદ કરો. સેÂન્સબલ શબ્દ ખરેખર ખૂબ યાદ રાખવા જેવો શબ્દ છે. એવી વ્યક્તિ સાથે જીવન વ્યતીત કરવું જે મુક્ત વિચારોવાળી હોય, તે સામેની વ્યક્તિની કદર કરે,

જે લાગણીને સમજે, તમને દરેક રીતે સાથ આપે, ઘરમાં કે બહાર તમારો મજબૂત સપોર્ટર બનીને ઊભો રહે, તમને એન્કરેજ કરે, તમને મોકળાશ આપે, આગળ વધવા પ્રોત્સાહિત કરે, ખરા અર્થમાં તમારો સાથી બની રહે એવો સાથી જ સાચો સાથી. મૂળ મોંઘી ગિફ્ટ, બુકે, રોમેન્ટિક ડેટ આ બધું જ જવાબદારીઓ પહેલાં સારું લાગતું હોય છે.

બે વ્યક્તિ જ્યારે જોડાય અને પોતાનો માળો બાંધવાની શરૂઆત કરે ત્યારે જવાબદારીને પોઝિટિવલી સ્વીકારતો, કોઈ પણ સિચ્યુએશનમાં સાથ આપતો અને તમને સમજતો માણસ પસંદ કરો. જેની સાથે રહીને તમારો અને પાર્ટનરનો બંનેનો સારો ગ્રોથ થાય એવી વ્યક્તિ સાથે જીવન વ્યતીત કરો જેથી કોઈ સંબંધમાં ગૂંગળામણ ન અનુભવાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.