સલમાન ખાનને કોરિયોગ્રાફરે ડાન્સનો ‘સિકંદર’ ગણાવ્યો

મુંબઈ, લાંબા સમયથી અહેમદ ખાન તેની ડિરેક્ટર તરીકેની ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ પાછળ મહેનત કરી રહ્યો છે અને તેમાં વ્યસ્ત છે. છતાં જ્યારે તેને સાજિદ નડિયાદવાલાએ સંપર્ક કર્યાે ત્યારે તેણે સલમાન ખાનની ફિલ્મ ‘સિંકદર’ના ટાઇટલ સોંગ માટે કરિયોગ્રાફી કરવાની તરત સહમતિ આપી દીધી હતી.
અહેમદ ખાને સલમાનને ડાન્સનો સિકંદર ગણાવતા કહ્યું,“એ ક્યારેક એવી એક્શન લઇને આવે છે, જે દાદા પણ કરી લે, તો ક્યારેક એવા સ્ટેપ સાથે આવે છે કે યુવાનો પણ ન કરી શકે.”આઠ વર્ષના વિરામ બાદ અહેમદ ખાને ફરી કોરિયોગ્રાફી કરી છે.
‘સિકંદર નાચે’ ગીતમાં સલમાન અને રશ્મિકાની કોરિયોગ્રાફી અહેમદખાને કરી છે. અહેમદ ખાને આ પહેલાં સાજિદ નડિયાદવાલા અને સલમાન ખાન સાથે પહેલાં પણ કામ કર્યું છે અને કેટલાંક ગીતો માટે યાદગાર કોરિયોગ્રાફી કરી છે, એ એવા સ્ટેપ હોય છે કે સલમાનના ફૅન્સ તરત જ તેને પકડી લે છે.અહેમદ ખાન કહે છે, આટલા હેન્ડસમ માણસને કેમેરા સામે મુકો એમાં જ અડધું કામ તો થઈ જાય છે.
એ તમારા દરેક સ્ટેપને અનુસરે છે અને જાદુ ચાલે છે, જો એ ચોક્કસ રીતે તમારા બતાવેલા સ્ટેપ ન કરે તો પણ તમારું કામ થઈ જાય છે. સલમાનના આ ગીતને અલગ બનાવવા માટે તેમાં લેવેન્ટિન ફોક ડાન્સ પ્રકારના ડબકે ડાન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
જેમાં મુંબઇમાં મોટો સેટ અને સ્ટેજ બનાવવામાં આવ્યા હતા અને તેમાં ૫૦૦ ડાન્સર્સને એક સાથે ડાન્સ કરતા જોઈ શકાય છે. અહેમદ ખાને કહ્યું કે આ નડિયદવનાલાનું સૂચન હતું અને આવું હિન્દી સિનેમામાં પહેલાં ક્યારેય બન્યું નથી. પ્રોડ્યુસરે આ ગીત માટે ટર્કીથી ખાસ લેબનીઝ ડાન્સર્સ બોલાવ્યા હતા, જેઓ ડબકે ડાન્સમાં નિષ્ણાત છે. આ ગીત માટે સલમાન ખાને પણ ઘણી મહેનત કરી છે.SS1MS