છોટાઉદેપુરમાં વિદ્યાર્થીનીઓની છેડતી મામલો: ૨ આરોપીની ધરપકડ કરાઈ
સંખેડા, છોટાઉદેપુરમાં પીકઆપ વાનમાં વિદ્યાર્થિનીઓની છેડતી કેસમાં મોટી કાર્યવાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, આ કેસમાં પોલીસે વધુ એક હૈવાનની ધરપકડ કરી છે. વિગતો મુજબ અત્યાર સુધી છેડતી કેસમાં ૬માંથી ૨ આરોપીઓની ધરપકડ થઇ છે.
જોકે વિદ્યાર્થિનીઓની છેડતી કેસમાં હજી ૪ આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે. નોંધનિય છે કે, ૨ જાન્યુઆરીના રોજ પીકઅપ વાનમાં અપડાઉન કરતી વિદ્યાર્થીનીઓની છેડતી કરવામાં આવતા તે ચાલુ વાહનમાં કુદી પડી હતી.
છોટા ઉદેપુરમાં પીકઅપ વાનમાં અપડાઉન કરતી વિદ્યાર્થીનીઓની છેડતી કરવામાં આવતા તે ચાલુ વાહનમાં કુદી પડી હતી. જેમાં ૨ વિદ્યાર્થીનીઓને વધુ ઈજા હોવાથી રીફર કરાઈ હતી. જે બાદમાં પોલીસે પીકઅપ ચાલકની અટકાયત કરી હતી. આ તરફ હવે આ કેસમાં વધુ એક હૈવાનની ધરપકડ કરવામાં આવી છે.
આ સાથે કુલ ૬ આરોપીમાંથી ૪ ઇસમો ફરાર હોઇ તેની શોધખોળ ચાલુ છે. આ તરફ ૪૮ કલાક બાદ પણ ૪ આરોપીઓ ન ઝડપાતાં વિદ્યાર્થિનીઓના પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. નસવાડી-સંખેડા રોડ પર વિદ્યાર્થીનીઓની પીકઅપ વાનમાં છેડતી કેસમાં લૂંટ થઈ હોવાનું પણ સામે આવ્યું છે.
વિગતો મુજબ વિદ્યાર્થિનીઓ પાસેથી હેવાનોએ પૈસા પણ લૂંટી લીધા હોવાનો ખુલાસો થયો છે. જેને લઈ હવે પોલીસે કુલ ૬ આરોપીમાંથી ૨ને દબોચી લીધા બાદ અન્ય ફરાર ૪ ઇસમોને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.
છોટાઉદેપુરમાં વિદ્યાર્થીનીઓને છેડતીનો મામલો સામે આવ્યો છે. જેમાં ૨ વિદ્યાર્થીનીઓને વધુ ઈજા હોવાથી રીફર કરાઈ હતી. નોંધનિય છે કે, નસવાડી-સંખેડા રોડ પર વિદ્યાર્થીનીઓની પીકઅપ વાનમાં છેડતી કરાઈ હતી. આ તરફ ઇસમોએ છેડતી કરતાં વિદ્યાર્થીનીઓ પીકઅપ વાનમાંથી કૂદી પડી હતી.
આ તરફ પોલીસે ગઈકાલે પીકઅપ વાન ચાલક અશ્વિન ભીલની અટકાયત કરી હતી. આ સાથે ડ્રાઈવરને ઈજા થવાથી તેને પણ હોસ્પિટલ લઈ જવાયો હતો. ડ્રાઈવરના સાથીઓ પરેશ, કિરણ ફરાર થયા હોઇ પોલીસે શોધખોળ હાથ ધરી છે. આ સાથે સંખેડા પોલીસ દ્વારા વિદ્યાર્થીનીઓના નિવેદન લેવામાં આવ્યા છે.SS1MS