ખેડૂતોના નાણાં ફસાયાં: ચોટીલામાં જીનીગ મિલે કરોડોમાં ઉઠામણું કર્યાની ચર્ચા?
સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જીલ્લાની ચોટીલાની એક જીનીગ મીલે કરોડો રૂપિયામાં ઉઠામણું કર્યાની ચર્ચા વહેતી થઈ છે. જેના પગલે અનેક ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. કંપનીના સંચાલકો તરફથી ખેડૂતોને નાણા આજની તારીખ આપવામાં આવી હતી પરંતુ ખેડૂતો નાણા લેવા પહોચ્યા ત્યારે કંપનીના તાળા હતા. જેને લઈને ખેડૂતો ઉપાધીમાં મુકાયા હતા.
મળતી માહિતી મુજબ ચોટીલામાં થાન પર આવેલી એક જીનીગ મીલનું ઉઠામણું થયાની વાતો વહેતી થઈ છે. જેમાં ચોટીલામાં આવેલી મીલની કંપનીની ઓફીસે હાલમાં ખંભાતી તાળા જોવા મળે છે. ખેડૂતો દ્વારા ફોન કરાય છે. તો કંપનીના સંચાલકો ફોન નથી ઉપાડી રહયા. જયારે કેટલાક સંચાલકોના ફોન સ્વીચ ઓફ આવી રહયા છે. જેને લઈને ખેડૂતો ઉપરાંત દલાલો અને મજુરો ચિતામાં મુકાઈ ગયા છે.
અનેક ખેડૂતોને જાંગડમાં આ મીલમાં પોતાનો કપાસ વેચ્યો હતો. જેના રૂપિયા લેવાના બાકી હતા અને કંપનીના સંચાલકો તરફથી આજની તારીખ આપવામાં આવી હતી. પરંતુ ં કંપનીએ તાળા જોતાં જ રૂપિયા લેવા આવેલા ખેડૂતો ચોકી ઉઠયા હતા.
ખેડૂતો ઉપરાંત દલાલોને તેમની દલાલી અને પ૦૦ જેટલા મજુરોને પણ તેમની ર મહીનાની મજુરી લેવાની બાકી છે. જેમને પણ આજની તારીખ આપવામાં આવી હતી. પરંતુ કંપનીએ તાળું હોય ખેડૂતો સહિત દલાલો અને મજુરો ચિંતામાં આવી ગયા છે. પોતાના કપાસના રૂપિયા અને એટલે જલ્દી મળે તેવી ખેડૂતો માગ કરી રહયા છે. મજૂરોને પણ બે મહીનાથી મહેનતાણું ન મળતા તેઓ પણ રોષ વ્યકત કરી રહયા છે.
કંપનીનું ઉઠામણું થયાની વાત સામે આવતા મોટી સંખ્યામાં ખેડૂતો અને મજુરી દોડતા કંપની ખાતે પહોચી ગયા હતા અને જાણ થતા ચોટીલા પી.આઈ. વી.આઈ. વલવી સહીતના પોલીસ સ્ટાફ પણ તાકીદે દોડી આવ્યો હતો. અને લોકોની રજુઆતો સાંભળીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે ચોટીલા માર્કેટીગ યાર્ડના પ્રમુખ જયરામભાઈ ધાધલ પણ જીનીગ મીલ ખાતે આવી પહોચ્યા હતા. અને ખેડૂતોની રજુઆતો સાંભળી હતી. એમણે જણાવ્યું હતું કે, ચોટીલા માર્કેટીગ યાર્ડના પણ આશરે પ૦ લાખ રૂપિયાની રકમ જીનીગ મીલ પાસે લેણી નીકળી રહી છે.