આમલઝર ગામે છોટુભાઈ વસાવા માર્ગ અને ચોકનું લોકાર્પણ કરાયું
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ઝઘડિયા તાલુકાના આમલઝર ગામે ઝઘડિયા વિધાનસભાના માજી ધારાસભ્ય છોટુભાઈ વસાવાના જન્મદિવસ નિમિત્તે ગ્રામ પંચાયત વિસ્તારમાં નવનિર્મિત માર્ગને ‘આદિવાસી મસિહા છોટુભાઈ વસાવા માર્ગ’ નામ આપવામાં આવ્યું હતું
તેમજ સાથે સાથે ગામના ચોકને પણ ‘આદિવાસી માસિહા છોટુભાઈ વસાવા ચોક’ નામ આપી તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.માર્ગ અને ચોકને નામ આપી આમલઝરના ગ્રામજનોએ માજી ધારાસભ્યને તેમના જન્મદિવસ નિમિત્તે અનોખી ભેટ આપી હતી.
આમલઝર ગામે નવનિર્મિત માર્ગ અને ચોકના લોકાર્પણ કાર્યક્રમમાં ગામ અગ્રણી બચુભાઈ માસ્તર, સરલાબેન વસાવા, દિલીપભાઈ વસાવ, આગેવાન અશ્વિન પટેલ અને કનુભાઈ વસાવા તેમજ ગામના આગેવાનો અને આજુબાજુના ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.