Western Times News

Gujarati News

ક્રિસમસ વેકેશન ટ્રીપ મોંઘી થઈ, એરલાઇન્સના ભાડા વધતાં બુકિંગ ઘટ્યું

ગાંધીનગર, ગુજરાત સહિત દેશભરમાં ક્રિસમસનીઉજવણીનો લોકોમાં અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. આ દરમિયાનમાં ગુજરાતીઓ મીની ટ્રીપનું આયોજન કરતા હોય છે. જેમાં રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મહાનગરોમાંથી લોકો ગોવા, દુબઇ, સિંગાપોર, મલેશિયા સાથે વિયેતનામ જવાનું વધારે પસંદ કરે છે.

બીજી તરફ ક્રિસમસને પગલે એરલાઈન્સના ભાડામાં તોતિંગ વધારો થયો છે. જેના કારણે વેકેશન ટ્રીપ બની મોંઘી બની છે. સામાન્ય દિવસો કરતા ક્રિસમસના દિવસોમાં ફ્લાઈટના ભાડામાં ૧૫થી ૨૦ ટકાનો વધારો થયો છે.

ક્રિસમસને પગલે એરલાઈન્સના એક વ્યક્તિ દીઠ રાઉન્ડ ટ્રીપમાં રાજકોટથી ગોવાનું ભાડું રૂપિયા ૯ હજાર ૫૦૦થી વધી રૂપિયા૧૧ હજાર થઈ ગયું છે. જ્યારે અમદાવાદથી દુબઇની ફ્લાઈટનું ભાડું રૂપિયા ૩૩ હજારથી વધી રૂપિયા૩૭ હજાર થયું છે.

જ્યારે વડોદરા અને સુરતથી પોર્ટબ્લેરની ફ્લાઇટનું ભાડું રૂપિયા. ૨૯ હજાર ૫૦૦થી વધી રૂપિયા૬૫ હજાર થયું છેટુર ટ્રિપના સંચાલકોના જણાવ્યા મુજબ કે રાજકોટ, વડોદરા, સુરત અને અમદાવાદથી લોકો એક અઠવાડિયા માટે ફેમિલી ટ્રીપ ઉપર અલગ અલગ ટુરિસ્ટ પ્લેસ ઉપર જવાનું પસંદ કરતા હોય છે.

ટુરિસ્ટ પ્લેસમાં ડોમેસ્ટિક ડેસ્ટિનેશનમાં ગોવા, કેરેલા, હિમાચલ પ્રદેશ અને નજીકના સ્થળોમાં રાજસ્થાન જવાનું લોકો વધુ પસંદ કરતા હોય છે અને સૌરાષ્ટ્રમાં સોમનાથ, દ્વારકા અને દીવ લોકો જતા હોય છે.

રાજકોટથી ગોવાની ફ્લાઇટમાં સામાન્ય દિવસોમાં રૂપિયા ચાર હજાર ૫૦૦થી રૂપિયા પાંચ હજારમાં વન વે ફ્લાઇટ મળતી હોય છે અને ક્રિસમસમાં આજ ફ્લાઇટનું ભાડું રૂપિયા ૬ હજાર ૫૦૦થી રૂપિયા ૭ હજાર થઈ જાય છે.

જ્યારે અમદાવાદથી દુબઈની ફ્લાઈટમાં રેગ્યુલર સીઝનમાં આ ફ્લાઈટનું ભાડું રૂપિયા ૨૮ હજારથી રૂપિયા ૩૨ હજારની આસપાસ હોય છે. જ્યારે ક્રિસમસમાં આ ભાડું વધીને રૂપિયા ૪૦ હજાર થઈ જાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.