Western Times News

Gujarati News

ક્રિસ્ટોફર નોલા વિશ્વનો સૌથી મોંઘો ડાયરેક્ટર, એક ફિલ્મની ફી ૧૦૦ મિલિયન ડોલર

મુંબઈ, હોલિવૂડની ફિલ્મોને લાખો અને ક્યારેક કરોડો ડોલરની આવક થતી હોય છે. સામાન્ય રીતે ફિલ્મની સફળતાનો આધાર સ્ટાર્સ પર રહેલો હોય છે.

એક્ટર્સની જેમ ડાયરેક્ટર્સને સુપરસ્ટારનું ટેગ મળવાનું અઘરું છે. સ્ટીવન સ્પિલબર્ગ, રુસો બ્રધર્સ અને જેમ્સ કેમરોન જેવા હોલિવૂડના ડાયરેક્ટર્સને ફિલ્મની સફળતાની ગેરંટી માનવામાં આવે છે. હોલિવૂડના દિગ્ગજ ડાયરેક્ટર્સને પાછળ રાખીને ક્રિસ્ટોફર નોલાને સૌથી વધુ ફી મેળવનારા ડાયરેક્ટર તરીકે સ્થાન મેળવ્યું છે.

ક્રિસ્ટોફર નોલાનની છેલ્લી ફિલ્મ ઓપનહાઈમરને બોક્સઓફિસ પર ૯૫૮ મિલિયન ડોલરનું કલેક્શન મળ્યુ હતું. આ ફિલ્મની આવકમાંથી ક્રિસ્ટોફરને ૧૦૦ મિલિયન ડોલર મળ્યા હતા. તેમાં ક્રિસ્ટોફરની સેલરી, બોક્સઓફિસ આવકમાં ભાગીદારી તથા એકેડમી એવોડ્‌ર્સ મળવા બદલ અપાયેલા બોનસનો સમાવેશ થાય છે.

બે દસકા અગાઉ જેમ્સ કેમરોન અને સ્ટીવન સ્પિલબર્ગને ૧૦-૨૦ મિલિયન ડોલર ફી મળતી હતી. તેઓ પ્રોડક્શન હાઉસની મદદ માટે પોતાની ફી જતી કરતા હતા. જેના કારણે તેઓ ફિલ્મના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર બની જતા અને નફામાં ભાગ મેળવતા હતા.

નોલાને ૯૦ના દસકાથી ફિલ્મમેકિંગની શરૂઆત કરી હતી. ડાયરેક્ટર તરીકે તેમની પહેલી ફિલ્મ ૧૯૯૮માં રિલીઝ થઈ હતી, જે માત્ર ૬૦૦૦ ડોલરના બજેટમાં બની હતી. આ ફિલ્મે ૧,૨૬,૦૦૦ ડોલરની આવક મેળવી હતી. આ ફિલ્મ પછી નોલાને અમેરિકાની વાટ પકડી અને ૨૦૦૦ના વર્ષમાં ‘મેમેન્ટો’નું ડાયરેક્શન કર્યું. આ ફિલ્મની સફળતાએ હોલિવૂડમાં નોલાનના પગ જમાવી દીધા.

નોલાનની કમર્શિયલ સફળતા જોઈને હોલિવૂડના ડીસી અને વોર્નર બ્રધર્સે હાથ લંબાવ્યો અને નોલાને ‘ડાર્ક નાઈટ’ ટ્રાયોલોજીનું ડાયરેક્શન કર્યું. ‘ધ ડાર્ક નાઈટ’ની બીજી ફિલ્મની આવક એક બિલિયન ડોલરને આંબી ગઈ હતી. નોલાનની દરેક ફિલ્મે સરળતાથી ૩૦૦ મિલિયન ડોલરની આવક મેળવી હતી.

આ ઉપરાંત બે ઓસ્કાર અને બાફ્ટા એવોર્ડ પણ મળ્યા હતા. એકંદરે ક્રિટિક્સ અને ઓડિયન્સ બંનેને નોલાનની ફિલ્મો પસંદ આવી રહી હતી. જેના કારણે ‘ઓપનહાઈમર’માં નોલાનને ફી ઉપરાંત પ્રોફિટ શેર પણ મળ્યો. હાલની સ્થિતિએ ક્રિસ્ટોફર નોલાન વિશ્વમાં સૌથી વધુ ફી લેનારા ડાયરેક્ટર બન્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.