Western Times News

Gujarati News

CID ક્રાઈમના તપાસનો ધમધમાટ વચ્ચે ત્રણે આરોપીઓના રિમાન્ડ પુરા થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા 

મોડાસાના સાયરા (અમરાપુર)ની ૧૯ વર્ષીય યુવતીના શંકાસ્પદ મૃત્યુ મામલે સમગ્ર રાજ્યમાં ભારે પડઘા પડતા અને અરવલ્લી જીલ્લા પોલીસતંત્રની ઢીલી નીતિનો આક્ષેપ થતા પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝાએ સમગ્ર કેસની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપવામાં આવી હતી સીઆઈડી ક્રાઈમની તપાસમાં સીઆઈડી ક્રાઇમની તપાસમાં ત્રણ આરોપીઓ માંથી બે આરોપીઓના મૃતક યુવતી સાથે સંપર્ક હોવાનું ખુલતા વધુ તપાસ અર્થે ૫ દિવસના રિમાન્ડની માંગ કરતાં જેથી કોર્ટે વધુ ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા સીઆઇડી ક્રાઈમે ત્રણ દિવસ રિમાન્ડ આરોપીઓની સઘન પૂછપરછ કરી હતી આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા શુક્રવારે કોર્ટમાં રજુ કરાતા નામદાર કોર્ટે ત્રણે આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડી સબજેલમાં ધકેલી દીધા હતા

સી.આઈ.ડી ક્રાઈમના ડીઆઈજી ગૌતમ પરમારના નેતૃત્વમાં એસપી વીરેન્દ્ર યાદવ, ડીવાયએસપી અશ્વિઝ ન પટેલ સહિતની ટીમ મોડાસા પહોંચી ધમધમાટ શરુ કર્યો છે સાયરા (અમરાપુર) નિર્ભયા કેસ સંભાળી લઈ તપાસનો ધમધમાટ શરુ કરી દીધો છે બીજીબાજુ “નિર્ભયા” કેસમાં સંડોવાયેલા ત્રણે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આરોપીઓને કોર્ટ માં રજુ કરી સરકારી વકીલે સીઆઈડી ક્રાઇમની તપાસમાં ત્રણ આરોપીઓ માંથી બે આરોપીઓના મૃતક યુવતી સાથે સંપર્ક હોવાનું ખુલતા વધુ તપાસ અર્થે ૫ દિવસના રિમાન્ડની માંગ કરતાં જેથી કોર્ટે વધુ ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા સીઆઇડી ક્રાઈમે ત્રણ દિવસ પૂર્ણ થતા શુક્રવારે કોર્ટમાં રજુ કરાતા નામદાર કોર્ટે આરોપીઓને જ્યુડિશલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા હાલ સીઆઇડી ક્રાઈમ તપાસમાં ભારે ગુપ્તતા જાળવી રહી છે અને સમગ્ર કેસ અંગે મૌન ધારણ કરી લીધું છે

સાયરા કેસમાં બિમલ ભરવાડ, દર્શન ભરવાડ અને જીગર પરમારે સરેન્ડર કરતા પોલીસ ધરપકડ કરી હતી જ્યારે સતીષ ભરવાડ નામનો આરોપી હજુ પણ ફરાર છે.સીઆઈડી ક્રાઈમની ટીમે મૃતક યુવતીની બહેનની સઘન પૂછપરછ પછી ત્રણે આરોપીઓને ગાંધીનગર તપાસ અર્થે લઈ ગઈ હતી અને શુક્રવારે રિમાન્ડ પૂર્ણ થતા ભારે ગુપ્તતા વચ્ચે ત્રણે આરોપીઓને કોર્ટમાં રજુ કરાયા હતા. સરકારી વકીલ ડીએસ પટેલના જણાવ્યા અનુસાર શુક્રવારે ત્રણે આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા વધુ રિમાન્ડ માટે અરજી મુકવામાં ન આવતા નામદાર કોર્ટે ત્રણે આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવામાં આવ્યા હોવાનું  અને હાલ સીઆઈડી ઝીણવટભરી તપાસ કરી રહી છે અને જરૂર જણાશેતો તપાસ અધિકારી રિમાંડ અરજી મૂકી શકશે તેમ જણાવ્યું હતું

પીએમ રિપોર્ટના આધારે મીડિયામાં ખોટું અર્થઘટન થયું : ડીઆઈજી ગૌતમ પરમાર  સાયરા(અમરાપુર) ૧૯ વર્ષીય યુવતી શંકાસ્પદ મોત અંગે સીઆઈડી  ક્રાઈમે ઝીણવટભરી તપાસ હાથધરી છે ત્યારે ગુરુવારે પીએમ રિપોર્ટના આધારે સોશ્યલ મીડિયામાં યુવતી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું હોવાની સાથે બર્બરતા પૂર્વકનો વ્યવહાર કરી ઝાડ સાથે લટકાવી દીધી હોવાની વાત વહેતી થતા આ અંગે સીઆઇડી ક્રાઈમના ડીઆઈજી ક્રાઈમના ગૌતમ પરમારે જણાવ્યું હતું કે સોશ્યલ મીડિયામાં ફરતા થયેલા પીએમ રિપોર્ટનું મીડિયામાં ખોટું અર્થઘટન કરવામાં આવ્યું હોવાનું અને મૃતક યુવતીનો ફોરેન્સિક રિપોર્ટ હજુ આવ્યો નથી ફોરેન્સિક રિપોર્ટ પછી જ યુવતી સાથે દુષ્કર્મ થયું છે કે હત્યા તે જાણી શકાશે સોશ્યલ મીડિયામાં ફરી રહેલી વાતોમાં તથ્ય નથી જે કઈ હશે અધિકૃત રીતે જાહેર કરાશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.