સિડકો અને ઇલેટ્સ ટેક્નોમીડિયાએ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમીટનું આયોજન કર્યું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/CIDCO-Image-1024x575.jpeg)
મહારાષ્ટ્ર સરકારના સિટી એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ ઓફ મહારાષ્ટ્ર લિમિટેડ (સિડકો)એ ઇલેટ્સ ટેક્નોમીડિયા પ્રાઇવેટ લિમિટેડ સાથે મળીને 08 ઓક્ટોબર, 2021ના રોજ સિડકો ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમીટ (વર્ચ્યુઅલ)નું આયોજન કર્યું હતું, જેમાં દેશભર અને વિદેશોમાંથી હજારો ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યાં હતાં. CIDCO Ltd & Elets Technomedia organized Investment & Infrastructure Summit- Maharashtra CM praises CIDCO
મહારાષ્ટ્રના માનનીય મુખ્યમંત્રી શ્રી ઉદ્ધવ ઠાકરેએ સમીટનું ઉદ્ઘાટન કર્યું હતું, જેનો ઉદ્દેશ્ય નવી મુંબઇમાં દેશભરમાંથી રોકાણને આકર્ષવાનો હતો. આ વર્ચ્યુઅલ ઇવેન્ટમાં સમીટના ઉદ્ઘાટન ઉપરાંત માનનીય મુખ્યમંત્રીશ્રીએ સિડકો લિમિટેડ દ્વારા નવી મુંબઇમાં કાંજુરમાર્ગ અને કાલામ્બોલી વિસ્તારમાં વિકસાવવામાં આવેલા બે સમર્પિત કોવિડ સેન્ટર્સનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.
માનનીય મહેસુલ મંત્રી શ્રી બાલાસાહેબ થોરાટ, શહેરી વિકાસ અને પીડબલ્યુડી મંત્રી શ્રી એકનાથ શિંદે, પર્યાવરણ અને પ્રવાસન મંત્રી શ્રી આદિત્ય ઠાકરે અને રાયગઢના ગાર્ડિયન મંત્રી શ્રીમતી અદિતિ ઠાકરે સહિતના રાજકીય નેતાઓની ઉપસ્થિતિ વચ્ચે શ્રી ઠાકરેએ સિડકો લિમિટેડની કામગીરીની પ્રશંસા કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, નવી મુંબઇના વ્યાપક વિકાસને સુગમ બનાવવામાં સિડકોએ અત્યાર સુધી પ્રશંસનીય કામગીરી કરી છે. તેમણે ટૂંકા સમયગાળામાં સમર્પિત કોવિડ હેલ્થ સેન્ટર્સની કામગીરી પૂર્ણ કરવા બદલ સિડકો ટીમને અભિનંદન પાઠવ્યાં હતાં. તેમણે ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમીટનું આયોજન કરવાના ખ્યાલની પણ પ્રશંસા કરી હતી કારણકે તેનાથી નવી મુંબઇ વિસ્તારમાં દેશભરમાંથી રોકાણને આકર્ષી શકાશે.
સિડકો લિમિટેડના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ડો. સંજય મુખર્જી, આઇએએસ,ની અધ્યક્ષતામાં સમીટનું આયોજન થયું હતું, જેના સહ-અધ્યક્ષ સિડકો લિમિટેડના જેએમડી શ્રી અશ્વિન મુગદલ, સિડકોના જેએમડી ડો. કૈલાશ શિંદે હતાં. ડો. મુખર્જીના માર્ગદર્શન હેઠળ ડો. કૈલાશ શિંદેએ સમગ્ર પ્રોગ્રામની કામગીરીનું માર્ગદર્શન અને સંચાલન કર્યું હતું.
સિડકો લિમિટેડ મહારાષ્ટ્રના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ડો. સંજય મુખર્જીએ કહ્યું હતું કે, મહારાષ્ટ્ર સરકારે મુંબઇની ગીચતાને ઓછી કરવા માટે વૈકલ્પિક શહેર વિકસાવવાની અમને જવાબદારી સોંપી છે. સિડકોએ નવી મુંબઇ સિટી વિકસાવી છે અને આજે તે દેશમાં સૌથી વિકસિત વિસ્તારો પૈકીના એક તરીકે ઉભરી આવ્યું છે.
તેમણે સિડકોના વિવિધ ઐતિહાસિક પ્રોજેક્ટ્સ વિશે પણ વાત કરી હતી. સિડકો નવી મુંબઇમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ લાવી રહ્યું છે, જે 31 ડિસેમ્બર, 2024 સુધીમાં કાર્યરત થઇ જશે. તે દેશનું સૌથી મોટું એરપોર્ટ રહેશે, તેમ ડો. મુખર્જીએ નવી મુંબઇને રોકાણના આકર્ષક કેન્દ્ર બનાવવામાં સિડકોની કામગીરના ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું.
તેમણે ઉપસ્થિત લોકોને સિડકો કોવિડ સેન્ટર્સ ખાતે ઉપલબ્ધ કરાવાયેલી વિવિધ ઉત્તમ સુવિધઆઓ વિશે પણ ટૂંકી માહિતી આપી હતી. સિડકો લિમિટેડના જેએમડી ડો. કૈલાશ શિંદેએ આભાર વિધિ કરી હતી.
1996 બેચના આઇએએસ ઓફિસર ડો. સંજય મુખર્જીના નેતૃત્વમાં સિડકો લિમિટેડે નવી મુંબઇમાં સંખ્યાબંધ હાઇસિંગ, એફોર્ડેબલ હાઉસિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને અમલમાં મૂક્યાં છે, જેનાથી નવી મુંબઇ રોકાણ માટેનું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર બન્યું છે. સિડકો લિમિટેડ નવી મુંબઇમાં રોકાણની વિવિધ તકો હાંસલ કરવા માટે દેશભરમાંથી રોકાણકારોને આમંત્રિત કરી રહ્યું છે.
સમીટમાં ઉદ્ઘાટન સત્ર ઉપરાંત પાંચ પેનલ ડિસ્કશન સામેલ હતી, જેમાં સરકાર અને ખાનગી ક્ષેત્રોના મહાનુભાવોએ વિસ્તૃત ચર્ચા કરી હતી. આ કાર્યક્રમ માટે 1500થી વધુ ડેલિગેટ્સે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને 1100થી વધુ લાઇવ જોડાયા હતાં. આ ઉપરાંત હજારો લોકોએ ફેસબુક અને યુટ્યુબ જેવાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા લાઇવ પ્રોગ્રામ જોયો હતો. આ ઇવેન્ટને સોશિયલ મીડિયા ઉપર પણ સારો પ્રતિસાદ સાંપડ્યો હતો.
ઓપનિંગ સેશનમાં સિડકો લિમિટેડના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ડો. સંજય મુખર્જી, મુંબઇ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)ના મેટ્રોપોલિટન કમીશનર એસવીઆર શ્રીનિવાસ, મહારાષ્ટ્ર સરકારના શહેરી વિકાસના પ્રિન્સિપાલ સેક્રેટરી ભુષણ ગગરાની,
સિડકો લિમિટેડના જોઇન્ટ મેનેજિંગ ડાયરેક્ટર ડો. કૈલાશ શિંદે તરફથી ચર્ચા યોજાઇ હતી. ઇલેટ્સ ટેક્નોમીડિયા પ્રાઇવેટ લિમિટેડના સીઇઓ અને એડિટર ઇન ચીફ રવી ગુપ્તાએ સ્વાગત પ્રવચન આપ્યું હતું, જ્યારેકે નવી મુંબઇમાં સિડકોના નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હાઉસિંગ પહેલ અંગે ડો. મુખર્જીએ વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. આ સમીટમાં હેલ્થકેર, એજ્યુકેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કન્સ્ટ્રક્શન, હાઉસિંગ અને બીજા ક્ષેત્રના 20 વક્તાઓએ ભાગ લીધો હતો.