સિનેમા હોલ ખાનગી મિલકત છે, માલિક પોતાની મરજી મુજબ દર્શકો માટે નિયમ ઘડી શકે છે: સુપ્રીમ કોર્ટ
નવીદિલ્હી, સિનેમા હોલના માલિકોને અધિકાર છે કે તે ફૂડ અને બેવરેજીસના વેચાણ માટે શરતો નક્કી કરી શકે છે અને તેઓ એ પણ નક્કી કરી છે કે થિએટરમાં બહારની ખાદ્ય સામગ્રીને પરવાનગી આપવી કે નહીં તેમ સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં જણાવ્યું છે.
સુપ્રીમ કોર્ટે જુલાઇ, ૨૦૧૮ના જમ્મુ અને કાશ્મીરના ચુકાદાને ફગાવી દીધો છે. જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે મલ્ટીપ્લેક્સ અને સિનેમા હોલના માલિકો દર્શકોને બહારથી ખાદ્ય સામગ્રી લાવવા પર પ્રતિબંધ મૂકી શકે નહીં.
મુખ્ય ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ પી એસ નરસિંહાની બનેલી ખંડપીઠે જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટના આ ચુકાદાને ફગાવી દેતા જણાવ્યું હતું કે સિનેમા હોલ એક ખાનગી મિલકત છે અને તેનો માલિક પોતાની મરજી મુજબ દર્શકો માટે નિયમો નક્કી કરી શકે સિવાય કે આ નિયમો જાહેર હિત, સુરક્ષા અને કલ્યાણની વિરુદ્ધ હોય.
ખંડપીઠે વધુમાં જણાવ્યું હતું કે દર્શકો મનોરંજન માટે સિનેમા હોલની મુલાકાત લેતા હોય છે. જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટે પોતાના અધિકાર ક્ષેત્રનો ભંગ કર્યો છે. જે રીતે દર્શકનો હક છે કે તે ક્યા થિએટરમાં કંઇ ફિલ્મ જાેવા જાય તે જ રીતે થિએટર માલિકનો પણ હક છે કે તે પોતાની મરજી મુજબ નિયમ બનાવે.
સુપ્રીમ કોર્ટ જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટના આદેશને પડકરાતી અરજીઓની સુનાવણી કરી રહ્યું હતું. સીજેઆઇએ જણાવ્યું હતું કે કોઇ સિનેમા હોલમાં જલેબી લઇ જવા ઇચ્છે તો સિનેમા માલિક તેને એમ કહીને જલેબી લઇ જવા ન દે કે જલેબી ખાધા પછી હાથ ખુરશીથી સાફ કરે તો ખરાબ થયેલી ખુરશીનો ખર્ચ કોણ ભોગવશે.HS1MS